
Amit Shah On Rupala And kshatriya Samaj Controversy : રાજ્યમાં રાજકીય પાર્ટીઓના નેતાઓ Lok Sabha Election 2024 માટે પોતાની ઉમેદવારી નોંધાવી રહ્યા છે. ત્યારે દરેક પક્ષ પ્રચંડ જનમેદની સાથે શક્તિપ્રદર્શન કરી રહ્યા છે. એવામાં ગાંધીનગર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે 19 એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરવાના છે. આ પહેલા તેમણે પોતાના લોકસભા વિસ્તારમાં આવતી વિધાનસભામાં રોડ શો યોજ્યો હતો. સવારે સાણંદ અને કલોલમાં પ્રચંડ રોડ શો યોજ્યો હતો. આ બાદ સાંજે સાબરમતી વોર્ડના રાણીપ શાક માર્કેટથી તેમણે રેલી શરૂ કરી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ દરમિાયન અમિત શાહે પહેલીવાર રાજકોટ બેઠકથી ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા વિરુદ્ધ ચાલી રહેલા ક્ષત્રિય સમાજના વિરોધ અંગે વાત કરી હતી.
ગત 22 માર્ચે વાલ્મીકિ સમાજના એક કાર્યક્રમમાં રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. ત્યાર બાદ ક્ષત્રિયો દ્વારા આ નિવેદનનો રાજ્યભરમાં વિરોધ કરવામાં આવ્યો હતો અને ટિકિટ રદ કરવાની માગ કરવામાં આવી રહી છે. જોકે ટિકિટ રદ ન કરતાં ક્ષત્રિયો હવે 19 એપ્રિલે બેઠક કરી આગામી રણનીતિ ઘડવાની તૈયારીઓમાં છે. આ ઘટનાક્રમ વચ્ચે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ક્ષત્રિયો દ્વારા રૂપાલાના કરવામાં આવતા વિરોધ અંગે નિવેદન આપ્યું છે.
અમદાવાદના રાણીપથી શરૂ થયેલા રોડ શોમાં અમારા સહયોગી આજતક દ્વારા સવાલ પૂછવામાં આવ્યો હતો કે, ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહેલા આંદોલનની ચૂંટણીમાં અસર થશે? જેના પર અમિત શાહે કહ્યું કે, રૂપાલાજીએ મનથી માફી માંગી છે. અમે તેમની સાથે ચર્ચા પણ કરી રહ્યા છીએ. ચર્ચાનો રસ્તો ખુલ્લો છે. મને ભરોસો છે કે ચૂંટણી પહેલા શાંતિપૂર્ણ સમાધાન આવી જશે.
આ નિવેદનથી અમિત શાહે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે ક્ષત્રિય સમાજની જે નારાજગી છે, તેને ભાજપ દૂર કરવા માટે સક્રિય પણે કાર્યરત છે. નોંધનીય છે કે, આ પહેલા ક્ષત્રિય સમાજ અને ભાજપના આગેવાનો વચ્ચે સમાધાન માટે બેઠકો થઈ ચૂકી છે, પરંતુ આ મુદ્દે કોઈ સમાધાન આવ્યું નથી. બીજી તરફ ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે. એવામાં જોવું રહ્યું કે આગામી સમયમાં ચર્ચાથી આ વિવાદનો સુખદ ઉકેલ આવી જાય છે કે નહીં.
આ નિવેદનથી અમિત શાહે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે ક્ષત્રિય સમાજની જે નારાજગી છે, તેને ભાજપ દૂર કરવા માટે સક્રિય પણે કાર્યરત છે. નોંધનીય છે કે, આ પહેલા ક્ષત્રિય સમાજ અને ભાજપના આગેવાનો વચ્ચે સમાધાન માટે બેઠકો થઈ ચૂકી છે, પરંતુ આ મુદ્દે કોઈ સમાધાન આવ્યું નથી. બીજી તરફ ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે. એવામાં જોવું રહ્યું કે આગામી સમયમાં ચર્ચાથી આ વિવાદનો સુખદ ઉકેલ આવી જાય છે કે નહીં.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Amit Shah On Rupala And kshatriya Samaj Controversy : gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - LokSabha Election 2024 - Congress Vs. Bjp - Lok Sabha Election 2024 - PM Modi in Lok Sabha Election 2024 લોકસભા ચૂંટણી 2024 - Amit Shah News - રૂપાલા અને ક્ષત્રિય સમાજ વિરોધ સમાચાર - રાજકોટ સમાચાર - રાજકોટના તાજા સમાચાર - Rajkot Taza News Samachar