
KKRના ખેલાડીની હેયરસ્ટાઈલથી ઈમ્પ્રેસ થયા SRK, શાહરૂખે મેનેજરને કહ્યું,''પુજા, મારે આવી હેયરકટ જોઈએ છે!"
IPL 2024 : કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ને પ્રોત્સાહિત કરવા માટે શાહરૂખ ખાન ઘણીવાર મેચ દરમિયાન હાજર રહે છે. તે સ્ટેડિયમમાંથી ખેલાડીઓને ચીયર કરતો જોવા મળે છે. એવું લાગે છે કે તમામ ચાહકોની નજર મેચને બદલે તેના પર કેન્દ્રિત હોય છે. હાલમાં જ કોલકતાના ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં મેચ પુરી થયા બાદ તે કોલકત્તા અને લખનઉના ખેલાડીઓને એક પછી એક મળી તેમની સાથે વાત કરે છે. મેદાનમાંથી શાહરૂખ (Shahrukh Khan Video)નો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે કેકેઆરના ખેલાડી સુયશ શર્માની હેરસ્ટાઈલ (Suyash Sharma Hair Style)ના વખાણ કરી રહ્યો છે. તેનો આ વીડિયો Kolkata Knight Ridersના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી વાયરલ થયો છે.
લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) સામે KKRની જીત બાદ શાહરૂખ તમામ ખેલાડીઓને મળ્યો હતો. જ્યારે તે સુયશ શર્માને મળ્યો ત્યારે તેનું ધ્યાન હેરસ્ટાઈલ તરફ ખેંચાયું હતું. તે તેમની પ્રશંસા કરે છે અને તેના મેનેજરને બોલાવે છે અને કહે છે કે આગલી વખતે તે આવા જ વાળ કાપવા માંગે છે. સુયશના પહેલા લાંબા વાળ હતા. આ વીડિયો KKRના X પેજ દ્વારા શેર કરવામાં આવ્યો છે.
શાહરુખ પહેલા સુયશને ગળે લગાવે છે અને પછી વાળ વિશે પૂછે છે, 'તેં કોની સલાહ પર કર્યું છે?' સુયશે જવાબ આપ્યો, 'પોતાની રીતે.' ત્યારબાદ શાહરૂખે મેનેજર પૂજાને બોલાવીને કહ્યું કે, 'પૂજા, મને આ હેરસ્ટાઈલ જોઈએ છે.'
વર્ષ 2023 શાહરૂખ માટે વર્ક ફ્રન્ટ પર શાનદાર રહ્યું. તેની 3 ફિલ્મો 'પઠાણ', 'જવાન' અને 'ડેંકી' સુપરહિટ રહી હતી. તેની આગામી ફિલ્મ સુજોય ઘોષની 'કિંગ' છે. તેમાં સુહાના ખાન પણ જોવા મળશે. સુહાના પહેલીવાર મોટા પડદા પર પિતા શાહરૂખ સાથે જોવા મળશે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - IPL 2024 Latest News - IPL 2024 Match Day - ipl 2024 first match - ipl 2024 news - when ipl 2024 will start - when is ipl 2024 starting - આઈપીએલ મેચ 2024 - આઈપીએલ મેચ લાઇવ - આઈપીએલ સ્કોર - આઈપીએલ ક્યારે ચાલુ થશે - KKR Chandrakant Pandit David Wise News - IPL Player Record News - IPL 2024 - Srk impressed by kkr player's hair style said to manager pooja i want hairstyle like these