• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • બિઝનેસ
  • ઈરાન-ઈઝરાઈલ તણાવના લીધે શેરમાર્કેટ ધડામ, 15 મિનિટમાં 8 લાખ કરોડ થયા સ્વાહા..!

ઈરાન-ઈઝરાઈલ તણાવના લીધે શેરમાર્કેટ ધડામ, 15 મિનિટમાં 8 લાખ કરોડ થયા સ્વાહા..!

06:16 PM April 15, 2024 admin Share on WhatsApp



Indian Share Market News : ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે (Iran-Israel Tension News) સોમવારે શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 736 પોઈન્ટ ઘટીને 73,508 પર, નિફ્ટી પણ 234 પોઈન્ટ ઘટીને 22,285 પર પહોંચી છે. 12 એપ્રિલે અગાઉના ટ્રેડિંગ સેશનમાં નોંધાયેલા રૂ.399.67 લાખ કરોડની સરખામણીએ રોકાણકારોએ રૂ.8.21 લાખ કરોડ ગુમાવ્યા હતા. તે ઘટીને રૂ.391.46 લાખ કરોડ થયો હતો. ટાટા મોટર્સ, બજાજ ફિનસર્વ, ટાટા સ્ટીલ, બજાજ ફાઇનાન્સ, એનટીપીસી અને એસબીઆઈ જેવા શેરો આગળ હતા. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 3 ટકા ઘટ્યો હતો. સોમવારે ટ્રેડિંગ પૂર્ણ થતા નિફટી 246.90 પોઈન્ટ ઘટીને 22,272.50 પહોંચી હતી. સેન્સસેક્સ 845.12 પોઈન્ટ ઘટીને 73,400 એ પહોંચ્યો હતી.

► BSE પર 52 સપ્તાહના નીચા સ્તરે આવ્યા 20 શેર

આજે 15 એપ્રિલે લગભગ 70 શેરો તેમની 52 સપ્તાહની ટોચે પહોંચી ગયા છે. તે જ સમયે, બીએસઈ પર 20 શેર શરૂઆતના ટ્રેડિંગમાં 52 સપ્તાહના નીચલા સ્તરે પહોંચ્યા હતા. 3,330 શેરોમાંથી માત્ર 415 શેર જ લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. લગભગ 2,812 શેરો લાલ નિશાનમાં ટ્રેડ થતા જોવા મળ્યા હતા, જ્યારે 103 શેરો યથાવત રહ્યા હતા.

► આ શેર્સમાં થયો મોટો ઘટાડો

BSR પરના તમામ 19 સેક્ટોરલ ઈન્ડેક્સ લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. કેપિટલ ગુડ્સ, બેન્કિંગ, ઓટો, આઈટી, ઓઈલ અને ગેસ શેરોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. બીએસઈમાં કેપિટલ ગુડ્સ 610 પોઈન્ટ, બેન્કિંગ 695 પોઈન્ટ, ઓટો 584 પોઈન્ટ, આઈટી 236 પોઈન્ટ, ઓઈલ એન્ડ ગેસ 191 પોઈન્ટ ઘટ્યા હતા. વહેલી સવારના સત્રમાં શેરબજારમાં ઘટાડાને કારણે લગભગ 208 શેરોમાં નીચલી સર્કિટ જોવા મળી હતી, જ્યારે BSE પર 100 શેરોમાં અપર સર્કિટ જોવા મળી હતી.

► મિડકેપ, સ્મોલકેપની શું રહી સ્થિતિ?

BSE મિડકેપ ઈન્ડેક્સ 560 પોઈન્ટ ઘટીને 40,348 પર પહોંચ્યો, જે વ્યાપક નબળાઈ દર્શાવે છે. BSE પર સ્મોલ કેપ સ્ટોક ઈન્ડેક્સ 924 પોઈન્ટ ઘટીને 44,947 પર આવી ગયો હતો. NSEના ડેટા અનુસાર, FII એ શુક્રવારે રૂ. 8,027 કરોડની ઇક્વિટી વેચી હતી, જ્યારે DII એ રૂ. 6,341 કરોડના શેર ખરીદ્યા હતા.


gujjunewschannel.inhttps://www.instagram.com/gujju_news_channel/https://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/GujjunewschannelFollow Us On google News Gujju News Channelhttps://t.me/gujjunewschannel

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Due to Iran Israel tension stock market crashed 8 lakh crores were lost in 15 minutes - ઈરાન-ઈઝરાઈલ તણાવના લીધે શેરમાર્કેટ ધડામ 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

પ્લેબેક સિંગર છોડ્યા બાદ હવે અરજીત સિંહ બનશે ફિલ્મ મેકર, આ સ્ટાર કિડ કરશે ડોબ્યુ

  • 28-01-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જાન્યુઆરી 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-01-2026
    • Gujju News Channel
  • અજિત પવાર પ્લેન ક્રેશ, ઓછી વિઝિબિલિટી તો લેન્ડિંગ કેમ? દુર્ઘટના પછી ઉભા થયા અનેક સવાલો
    • 28-01-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જાન્યુઆરી 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-01-2026
    • Gujju News Channel
  • નમો લક્ષ્મી યોજના: ગુજરાતની દીકરીઓ માટે ખુશખબર! 12 લાખ વિદ્યાર્થીનીઓને મળશે ₹1,250 કરોડની સહાય
    • 27-01-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 જાન્યુઆરી 2026 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-01-2026
    • Gujju News Channel
  • ધોરણ-10 ઉમેદવાર માટે પોસ્ટ ઓફિસમાં મોટી ભરતી : ગ્રામીણ ડાક સેવકની 28740 જગ્યા માટે 31 જાન્યુઆરીથી ફોર્મ ભરાશે
    • 26-01-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 24 જાન્યુઆરી 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 23-01-2026
    • Gujju News Channel
  • અમદાવાદની સ્કૂલોમાં ફરી બોમ્બ વિસ્ફોટની ધમકીઓ, સેંટ ઝેવિયર્સ-સંત કબીર સ્કૂલને મળી ધમકી
    • 23-01-2026
    • Gujju News Channel
  • ગુજરાતમાં ક્યાં થશે 77માં પ્રજાસત્તાક દિવસની સત્તાવાર ઉજવણી, આ સ્થળનું નામ થયું જાહેર
    • 22-01-2026
    • Admin

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us