
Youngest PM Of Ireland Simon Harris : આયરલેન્ડના પૂર્વ પ્રધાનમંત્રી(Prime Minister) Leo Varadkarએ રાજીનામું આપતા આયર્લેન્ડમાં નવા વડાપ્રધાનની પસંદગી કરવામાં આવી છે. દેશની સત્તાધારી ફાઈન ગેલ પાર્ટીએ સાઈમન હેરિસ(PM Simon Harris)ને નવા વડાપ્રધાન તરીકે પસંદ કર્યા છે. 37 વર્ષના હેરિસ દેશના સૌથી યુવા વડાપ્રધાન બનશે. આ પહેલા ભારતીય મૂળના લીઓ વરાડકર આયર્લેન્ડના સૌથી યુવા વડાપ્રધાન હતા. પરંતુ ગયા મહિને તેમણે પદ પરથી રાજીનામું આપી દીધું હતું. મંગળવારે આયર્લેન્ડની સંસદમાં હેરિસના સમર્થનમાં 88 વોટ પડ્યા હતા. તેમને ગઠબંધન ભાગીદાર પક્ષો ફિયાના ફાઈલ અને ગ્રીન પાર્ટી તેમજ ઘણા સ્વતંત્ર સાંસદોનું સમર્થન પણ મળ્યું હતું.
હેરિસ ભૂતપૂર્વ આઇરિશ વડા પ્રધાન લીઓ વરાડકરની સરકારમાં ઉચ્ચ શિક્ષણમંત્રી હતા. વડા પ્રધાન તરીકે ચૂંટાયા પછી હેરિસે કહ્યું કે, તેઓ આ મહાન દેશના વડા પ્રધાન તરીકે ચૂંટાઈને અત્યંત સન્માનની લાગણી અનુભવી રહ્યા છે. હું સૌનો વડાપ્રધાન બનીને રહીશ અને આપણા લોકોની આશાઓ, સપનાઓ અને આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે દરરોજ સખત મહેનત કરીશ.
જો આપણે હેરિસની રાજકીય કારકિર્દી પર નજર કરીએ, તો આપણને ખબર પડશે કે તે 16 વર્ષની ઉંમરે ફાઇન ગેલ પાર્ટીમાં જોડાયો હતો અને ખૂબ જ જલ્દી સફળતા હાંસલ કરી ગયો હતો. તેઓ માત્ર 22 વર્ષની ઉંમરે કાઉન્ટી કાઉન્સિલર બન્યા હતા. તેઓ 2011માં 24 વર્ષની વયે સાંસદ તરીકે ચૂંટાયા હતા. તે સમયે તેઓ દેશના સૌથી યુવા સાંસદ તરીકે પણ લોકપ્રિય બન્યા હતા. તેમને 2016માં કેબિનેટમાં સ્વાસ્થ્ય મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તે સમયે તેની ઉંમર 29 વર્ષની હતી. આ પછી તેમને 2020માં ઉચ્ચ શિક્ષણ મંત્રી બનાવવામાં આવ્યા.
આયર્લેન્ડના વડા પ્રધાન તરીકે હેરિસને પડકારોના પહાડનો સામનો કરવો પડશે. શરણાર્થીઓની કટોકટી અને બેઘર લોકોની વધતી સંખ્યાનો સામનો કરવો તેમના માટે એક પડકાર હશે. પરંતુ તેમના માટે સૌથી મહત્વપૂર્ણ કાર્ય તેમની કેબિનેટની પસંદગી કરવાનું રહેશે. આયર્લેન્ડમાં આવતા વર્ષે સંસદીય ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ રીતે નવા વડાપ્રધાનનો કાર્યકાળ લગભગ એક વર્ષનો રહેશે.
આયર્લેન્ડના ભારતીય મૂળના વડા પ્રધાન લીઓ વરાડકરે તાજેતરમાં વ્યક્તિગત અને રાજકીય કારણોને ટાંકીને તેમના પદ અને પક્ષના નેતૃત્વમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. મહત્વનું છે કે તેઓ Gay હોવાનું પણ ઓપન્લી સ્વિકાર્યું હતું. તેમની આ જાહેરાતથી આખો દેશ ચોંકી ગયો હતો. વરાડકરે કહ્યું હતું કે હું પાર્ટીના અધ્યક્ષ અને નેતા તરીકે અસરકારક રીતે રાજીનામું આપી રહ્યો છું.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Youngest PM Of Ireland Simon Harris : આયરલેન્ડના પૂર્વ પ્રધાનમંત્રી Prime Minister - Leo Varadkar - આયર્લેન્ડમાં નવા વડાપ્રધાનની પસંદગી - સાઈમન હેરિસ PM Simon Harris - After Openly Gay PM Leo Varadkar Resigns, Simon Harris In Line To Become Ireland's Youngest Taoiseach
I am deeply honoured to become Taoiseach of this great country today.
— Simon Harris TD (@SimonHarrisTD) April 9, 2024
I will be a Taoiseach for All, a Taoiseach that will work every day to realise the hopes, dreams and aspirations of all our people.
To read my full speech: https://t.co/iZs3RDlQ0M https://t.co/4kmgxJR6kj