• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ધાર્મિક અને જ્યોતિષ
  • Akshaya Tritiya 2024 : અખાત્રીજ 2024 ક્યારે છે? જાણો શુભ મુહૂર્ત, પુજા-વિધિ અને ધાર્મિક મહત્વ

Akshaya Tritiya 2024 : અખાત્રીજ 2024 ક્યારે છે? જાણો શુભ મુહૂર્ત, પુજા-વિધિ અને ધાર્મિક મહત્વ

06:39 PM April 09, 2024 admin Share on WhatsApp



Akshaya Tritiya 2024 : અક્ષય તૃતીયાનું હિન્દુ ધર્મમાં ઘણું મહત્વ છે. આ વખતે આ તહેવાર દર વર્ષે વૈશાખ સુદ ત્રીજના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસ ખુબ જ શુભ છે એટલે કે તમે મુહૂર્ત જોયા વગર આ દિવસે કોઈપણ શુભ કાર્ય કરી શકો છો. આ દિવસે સોના, ચાંદી અને કોઇ પણ નવી વસ્તુ ખરીદવાનું વિશેષ મહત્વ શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે અખાત્રીજ (Akshaya Tritiya Date)ની તિથિ શુક્રવારને 10 મે 2024ના રોજ ઉજવવામાં આવશે. ત્યારે આવો જાણીએ તેના શુભ મુહૂર્ત(Akshaya Tritiya Shubh Muhurt) અને મહત્વ વિશે.

► અખાત્રીજ 2024 તારીખ / Akshaya Tritiya Date

વૈદિક પંચાગ અનુસાર અખાત્રીજ 10 મેના રોજ શુક્રવારે સવારે 4.16 વાગ્યે શરૂ થશે અને તે 11 મેના રોજ સવારે 2.51 વાગ્યે સમાપ્ત થશે. તેથી આ વર્ષે અખાત્રીજ 10 મેના રોજ ઉજવવામાં આવશે. જ્યોતિષની દ્રષ્ટિએ આ દિવસ ખૂબ જ શુભ છે. કારણ કે આ દિવસે સૂર્ય અને ચંદ્ર ઉન્નત રાશિમાં હોય છે.

► અખાત્રીજ 2024 શુભ મુહૂર્ત / Akshaya Tritiya Shubh Muhurt 2024

અખાત્રીજનો શુભ સમય 10 મેના રોજ સવારે 5.48 વાગ્યાથી શરૂ થશે, જે બપોરે 12.22 વાગ્યા સુધી રહેશે. એવું માનવામાં આવે છે કે અખાત્રીજના શુભ સમયે કરવામાં આવેલા દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે. સાથે જ આ દિવસે રવિ યોગ પણ બની રહ્યો છે, જેમાં પૂજા કરવાથી ડબલ ફળ મળે છે.

► અખાત્રીજનું મહત્વ તેમજ દાગીના ખરીદવાની માન્યતા

અખાત્રીજ પર દેવી લક્ષ્મીની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુના અવતારક પરશુરામનો જન્મ થયો હતો. અખાત્રીજના દિવસે કૃષ્ણજીએ યુધિષ્ઠિરને અક્ષય પાત્ર આપ્યું હતું. જેમાં ભોજન ક્યારેય પણ સમાપ્ત થતું ન હતું. આ દિવસે દાન કરવાથી અક્ષય પૂણ્યની પ્રાપ્તિ થાય છે. સાથે જ શાસ્ત્રોમાં આ દિવસને સદાબહાર મુહૂર્ત કહેવામાં આવ્યું છે. એટલે કે આ દિવસે લગ્ન, ગૃહ પ્રવેશ, વાહન ખરીદી, સગાઈ કે અન્ય કોઈ શુભ કાર્ય કરી શકાય છે. અખાત્રીજના દિવસે એકાક્ષી નારિયેળ, દક્ષિણાવર્તી શંખ અને પારદ શિવલિંગ ખરીદીને ઘરે લાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે.

► Happy Akshaya Tritiya 2024 Wishes / અખાત્રીજ શુભેચ્છા


સુખાકારી, સ્વયં સિદ્ધ સફળતા અને મંગળમય અક્ષય તૃતીયાના પાવન પ્રસંગની

આપ સૌને શુભ કાર્યો માટે શુભકામનાઓ.


આપના ઘરમાં ધનની વર્ષા થાય,
માતા લક્ષ્મીનો વાસ રહે,
સંકટોનો નાશ થાય અને
શાંતિનો વાસ રહે,
તેવી અક્ષય તૃતીયાની શુભેચ્છા.


અક્ષય રહે… સુખ તમારું
અક્ષય રહે… ધન તમારું
અક્ષય રહે… સ્વાસ્થ્ય તમારું
અક્ષય રહે… આયુષ્ય તમારું
અક્ષય રહે… સંબંધ આપણો.
અક્ષય તૃતીયા પર્વની આપને ખૂબ શુભકામનાઓ.


અક્ષય તૃતીયા નિમિત્તે
લક્ષ્મીની કૃપા સાથે,
તમારા પર આપ્તજનોના
પ્રેમની વર્ષા થાય,
અક્ષય તૃતીયાના આ શુભ દિવસે
તમારી સર્વ ઈચ્છા પૂર્ણ થાય.


લક્ષ્મી દેવીની કૃપા તમારા સંપૂર્ણ પરિવાર પર કાયમ રહે.
અક્ષય તૃતીયાની હાર્દિક શુભેચ્છા


 

gujjunewschannel.inhttps://www.instagram.com/gujju_news_channel/https://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/GujjunewschannelFollow Us On google News Gujju News Channelhttps://t.me/gujjunewschannel

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Akshaya Tritiya 2024 - અખાત્રીજ 2024 - Akha Teej 2024 - અખાત્રીજ 2024 ક્યારે છે? - અખાત્રીજની તિથિ - Happy Akshaya Tritiya 2024 Wishes / અખાત્રીજ શુભેચ્છા message Status - Akshaya Tritiya Shubh Muhurt



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

મધ્યપ્રદેશના જબલપુરમાં પ્રવાસીઓને લઈ જતું ક્રુઝ ડૂબ્યું, 4 લોકોના મોત, ઘણા લાપતા

  • 30-04-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 1 મે 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 30-04-2026
    • Gujju News Channel
  • 1 મેથી બદલાઇ જશે આ નિયમો : LPG સિલિન્ડરથી લઇને ક્રેડિટ કાર્ડ સુધી થશે મોંઘી
    • 29-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 એપ્રિલ 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-04-2026
    • Gujju News Channel
  • ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો શાનદાર વિજય, તમામ 15 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ભગવો લહેરાયો
    • 28-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 એપ્રિલ 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-04-2026
    • Gujju News Channel
  • Gujarat Election 2026 Voting Update : ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: 15 મહાનગરપાલિકામાં લોકશાહીનો ઉત્સવ સંપન્ન
    • 26-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 એપ્રિલ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-04-2026
    • Gujju News Channel
  • કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે આજે મતદાન, ગરમીનો પારો 44 ડિગ્રીને થશે પાર
    • 26-04-2026
    • Gujju News Channel
  • પંજાબે T20 ઈતિહાસનો સૌથી મોટો સ્કોર ચેઝ કર્યો, 264 રન બનાવવા છતાં પણ 6 વિકેટથી હારી દિલ્હી
    • 25-04-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us