આ સપ્તાહની શરૂઆતમાં હવામાન વિભાગે આગાહી કરી હતી કે, એપ્રિલથી જૂન સુધી દેશના મોટાભાગના વિસ્તારોમાં ખુબ જ કાળઝાળ ગરમી પડશે. મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેશે અને દક્ષિણ દ્વીપકલ્પ, મધ્ય ભારત, પૂર્વ ભારત અને ઉત્તર-પશ્ચિમ મેદાનોમાં સામાન્ય કરતાં વધુ દિવસો સુધી ગરમી ચાલુ રહેશે. આ આગાહી સાથે, FMCG (દૈનિક ઉપયોગનો માલ) અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ કંપનીઓના ટોચના અધિકારીઓ ખુશ થયા છે કારણ કે તેઓ અપેક્ષા રાખે છે કે આ ઉનાળામાં તેમના ઉત્પાદનોની માંગમાં જબરદસ્ત વધારો થશે. ગત વર્ષે કમોસમી વરસાદને કારણે તેમનું વેચાણ ઘટી ગયું હતું. પરંતુ આ વર્ષે એવી કુદરતી આપદાની કોઈ આશા ન હોવાથી વેચાણ વધવાની શક્યતા સેવી રહ્યા છે.
એર કન્ડીશનર માર્કેટમાં અગ્રણી વોલ્ટાસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ઉદ્યોગ આ વખતે ઓનલાઈન અને ઓફલાઈન માર્કેટમાં બે આંકડામાં વેચાણ વૃદ્ધિની અપેક્ષા રાખે છે. તેમણે કહ્યું, ‘અમને ઉનાળાની મોસમથી ઘણી આશા છે અને ACના વેચાણમાં સારી વૃદ્ધિની શક્યતાઓ છે. અમે વધેલી માંગને પહોંચી વળવા માટે પહેલેથી જ તૈયાર છીએ.' તેમણે કહ્યું કે નાના અને મધ્યમ બજારોમાંથી વધુ બિઝનેસ આવવાની અપેક્ષા છે. વધતી માંગને પહોંચી વળવા કંપની ચાર ફેક્ટરીઓમાં ઉત્પાદન વધારી રહી છે. વોલ્ટાસ, હાયર વગેરે જેવી કંપનીઓ માટે એર કંડિશનર્સનું કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ કંપની ઇપેક ડ્યુરેબલે આશા વ્યક્ત કરી હતી કે જો મે પછી પણ ગરમીનું મોજુ ચાલુ રહેશે તો આ વર્ષે વેચાણમાં ૧૫ ટકાથી વધુનો વધારો થઈ શકે છે.
ઇપેક મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અજય સિંઘાનિયાએ જણાવ્યું હતું કે, ‘ગયા વર્ષે ૧ કરોડ એર કંડિશનરનું વેચાણ થયું હતું. ઉદ્યોગને આ વર્ષે ૧.૧૫ કરોડ એસી વેચવાની અપેક્ષા છે. અમારી પાસે વિશાળ ઓર્ડર્સ છે અને વધેલી માંગને પહોંચી વળવા માટે અમે ૧૦૦ ટકા ક્ષમતા સાથે ઉત્પાદન કરી રહ્યા છીએ.' કંપનીએ આજે રૂમ કૂલર સેગમેન્ટમાં પ્રવેશની પણ જાહેરાત કરી હતી. આ ક્ષેત્રમાં, કંપની નાણાકીય વર્ષ ૨૦૨૮ સુધીમાં રૂ. ૨૫૦ થી ૩૦૦ કરોડના ટર્નઓવરની અપેક્ષા રાખે છે.
સોફટ ડ્રિંક્સ કંપની કોકા-કોલા પણ ઉનાળાના વેચાણની વધેલી માંગને પહોંચી વળવા તેના વિતરણ નેટવર્કને વિસ્તારી રહી છે. કંપનીના પ્રવક્તાએ કહ્યું, ‘ભારતમાં અમે હંમેશા બદલાતા બજારના વલણો અને ગ્રાહકોની પસંદગીઓને ધ્યાનમાં રાખીએ છીએ. ઉનાળાની ઋતુ અમારા પર હોવાથી, અમે અમારા ગ્રાહકો સાથે જોડાયેલા રહેવા અને નિર્ણાયક ઉનાળાની ઋતુ માટે વિતરણ વિસ્તારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.' બિસ્લેરી પણ ઉનાળામાં બોટલ્ડ વોટર અને ફિઝી ડ્રિંક્સનું વેચાણ વધવાની અપેક્ષા રાખે છે. બિસ્લેરી ઈન્ટરનેશનલના સીઈઓ એન્જેલો જયોર્જે જણાવ્યું હતું કે, ‘ફિઝી ડ્રિંક્સની સારી માંગને ધ્યાનમાં રાખીને અમે લેમોનાટા, પોપ, રેવ અને સ્પાઈસી જીરાના ઉત્પાદન માટે નવા એકમો ઉમેર્યા છે. અમે નવા શહેરોમાં પણ અમારી ઈ-કોમર્સ સેવાનો વિસ્તાર કર્યો છે.'
આઈસ્ક્રીમ કંપનીઓ પણ ગરમી વધવાની આતુરતાથી રાહ જોઈ રહી છે. બાસ્કિન રોબિન્સ ઈન્ડિયા બ્રાન્ડ હેઠળ આઈસ્ક્રીમ વેચતા ગ્રેવિસ ફૂડ્સના સીઈઓ મોહિત ખટ્ટરે જણાવ્યું હતું કે, ‘માર્ચમાં વેચાણમાં થયેલા વધારાથી અમે ઉત્સાહિત છીએ અને ઉનાળાની સિઝન ચાલુ હોવાથી વેચાણમાં વધુ વધારો થવાની ધારણા છે. આ ઉનાળામાં વેચાણમાં ૧૫ થી ૨૦ ટકાનો વધારો થવાની ધારણા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અમારો વિકાસ ઉદ્યોગ કરતાં વધુ રહ્યો છે.'
બીયર કંપનીઓ પણ વેચાણ વધારવા માટે ઉનાળાની સીઝન પર દાવ લગાવી રહી છે. કિંગફિશર બિયરના નિર્માતા યુનાઈટેડ બ્રુઅરીઝના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ વિવેક ગુપ્તાએ જણાવ્યું હતું કે, ‘બિઅર કેટેગરીમાં વેચાણ મધ્ય-સિંગલ અંકોમાં વધી રહ્યું છે અને આ વલણ ચાલુ રહેવાની શક્યતા છે. છેલ્લા કેટલાક ક્વાર્ટરમાં અમારા વેચાણમાં સિંગલ ડિજિટમાં વધારો થયો છે.'
લોન વુલ્ફના સહ-સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર અતુલ કુમાર સિંઘે જણાવ્યું હતું કે, ‘આ વર્ષે, ખાસ કરીને એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં, અમે માંગમાં સારી વૃદ્ધિની અપેક્ષા રાખીએ છીએ, જે ગયા વર્ષની સરખામણીમાં લગભગ બમણી હશે.' ચૂંટણીના કારણે ચૂંટણી આચારસંહિતા લાગુ થવાથી કંપનીને આશા છે કે જથ્થાબંધ વેચાણમાં ૧૦ થી ૧૫ ટકાનો ઘટાડો થશે પરંતુ છૂટક વેચાણ પર તેની કોઈ અસર થશે નહીં.
સૌંદર્ય પ્રસાધન કંપનીઓ પણ ઉનાળામાં સનસ્ક્રીન અને ડિઓડરન્ટનું વેચાણ વધવાની અપેક્ષા રાખે છે. વાઇલ્ડ સ્ટોન બ્રાન્ડમાંથી ડિઓડોરન્ટ્સ બનાવતી મેકએનરો ખાતે બિઝનેસ ડેવલપમેન્ટના વડા અંકિત ડાગાએ જણાવ્યું હતું કે, ‘ગયા વર્ષની સરખામણીમાં આ વખતે વેચાણમાં લગભગ ૨૦ ટકાનો વધારો થયો છે અને આ વર્ષે ડિઓડરન્ટનું વેચાણ ૧૮ ટકાના દરે વધી શકે છે.' સ્કિનકેર કંપની રીક્વલ આ વર્ષે ૬૦ થી ૭૦ ટકા વૃદ્ધિની અપેક્ષા રાખે છે. કંપનીના સ્થાપક અને ડિરેક્ટર વિપુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે, ‘સ્કિનકેર પ્રત્યે વધતી જાગૃતિને કારણે ભારતમાં દરેક વય જૂથમાં સન કેર પ્રોડક્ટ્સની માંગ ઝડપથી વધી રહી છે.' ઓનલાઈન ફર્મ મિંત્રાના સિનિયર ડિરેક્ટર અને બ્યુટી એન્ડ પર્સનલ કેર હેડ અનમોલ સિક્કાએ જણાવ્યું હતું કે, ‘ઉનાળામાં ડિઓડરન્ટ્સ, સનસ્ક્રીન, એક્વા પરફયુમ્સ અને મેન્થોલ શેમ્પૂની માંગમાં નોંધપાત્ર વધારો થવાની ધારણા છે.'
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - hot weather season ac fridge supply increase Fmcg product also hike - ઉનાળામાં એસી પંખા સન સ્ક્રિન કોલ્ડ ડ્રિન્ક્સ વગેરેના વેચાણ વધશે - Cold Drinks - Skin Care SunScreen - Dio Spray - Ac - Fan - Fridge - Applines Market Will Increase