
Relationship Tips: છોકરીઓને નથી પંસદ છોકરાઓની આ 5 વાતો, તમે પણ આ ભૂલો કરશો તો તૂટી જશે સબંધ...
Relationship Tips: રિલેશનશિપમાં કેટલીક નાની ભૂલો સંબંધને તોડી નાખે છે. આ સામાન્ય ભૂલો કદાચ ઘણા લોકો જાણતા પણ નથી. જો તમે પણ કોઈની સાથે રિલેશનશિપમાં છો, તો તમારે આ કેટલીક એવી ભૂલો વિશે જાણીને ટાળવી જોઈએ.
દરેક છોકરાના જીવનમાં કોઈને કોઈ એવી છોકરી મળે છે જે તેના જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. સમયની સાથે બંનેને ખ્યાલ આવે છે કે તેઓ એકબીજાને પસંદ કરવા લાગ્યા છે. રિલેશનશિપમાં આવ્યા બાદ બંને એકબીજા સાથે પ્રેમભરી પળો જીવવા લાગે છે. કેટલાક સમય માટે દરેક કપલના સંબંધો ખૂબ જ સારા ચાલે છે, પરંતુ સમયની સાથે સંબંધોમાં કેટલીક બાબતોને કારણે ખટાશ આવવા લાગે છે. પછી જો આ અણબનાવ કે ઝઘડાના કારણો શોધી ન શકાય તો સંબંધ તૂટવાની અણી પર પણ આવી જાય છે.
જો તમારી અને તમારી ગર્લફ્રેન્ડ વચ્ચે વધુ ઝઘડા થાય છે, તો તેનું કારણ જાણવું ખૂબ જ જરૂરી છે, જેથી તે કારણોને સમજીને તેને દૂર કરી શકાય. આ અહેવાલમાં અમે કેટલીક એવી વાતો જણાવી રહ્યા છીએ, જે ઘણીવાર સબંધોમાં તિરાડ પાડે છે.
1. પર્સનલ સ્પેસ ન આપવી
રિલેશનશિપમાં આવ્યા પછી છોકરાઓ ઘણીવાર એવુ માને છે કે તેની ગર્લફ્રેન્ડે દિવસભર તેની સાથે વાત કરે. જો કોઈપણ સમયે તે વ્યસ્ત હોય, કોલ્સ કે મેસેજનો જવાબ આપવામાં અસમર્થ હોય, તો તેઓ ખોટા પ્રકારની વાતો કરવાનું શરૂ કરે છે. છોકરાઓએ સમજવું જોઈએ કે તેમની ગર્લફ્રેન્ડના જીવનમાં પણ ઘણા લોકો છે, તેનું પણ પોતાનું જીવન છે. જો તમે તેને પર્સનલ સ્પેસ નહીં આપો, તો તે બંધાયેલું અનુભવશે અને પછી સંબંધમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરશે.
2. શંકા કરવી
ગર્લફ્રેન્ડનો ફોન વ્યસ્ત આવે તો છોકરાઓ તેના પર શંકા કરવા લાગે છે. પછી તેઓ મોબાઈલનો સ્ક્રીનશોટ મોકલવા અને નંબર મોકલવા જેવી વસ્તુઓ કરવાનું શરૂ કરે છે. આવી સ્થિતિમાં છોકરીને એવું લાગવા લાગે છે કે જો તેનો પાર્ટનર તેના પર શંકા કરી રહ્યો છે. આવી સ્થિતિમાં મનમાં વિવિધ પ્રકારના વિચારો આવી શકે છે અને સંબંધ નબળા પડી જશે. આ પ્રકારે છોકરીઓ પણ ક્યારેક શંકા કરતી હોય છે.
3. નાની નાની વાતો પર ગુસ્સે થવું
તમે બજારમાં કે બહાર ક્યાંક આવા ઘણા કપલ જોયા હશે, જેમાં છોકરાઓ નાની નાની વાત પર તેની ગર્લફ્રેન્ડ પર ગુસ્સે થવા લાગે છે. તે એ પણ ભૂલી જાય છે કે તે કંઈ જગ્યા પર છે. જો છોકરી કંઈક સમજી રહી નથી, તો તેને પ્રેમથી પણ સમજાવી શકાય છે. તમે તેના પર બૂમો પાડશે તો સ્વાભાવિક છે કે સંબંધ નબળા પડી જશે.
4. EX વિશે વારંવાર ટોણો મારવો
દરેક વ્યક્તિનો ભૂતકાળ હોય છે, કદાચ તમારો પણ. જો તમારી પહેલા તમારી ગર્લફ્રેન્ડના જીવનમાં કોઈ હતું અને તેણે તમને તેના વિશે જણાવ્યું હોય. તો આવી સ્થિતિમાં તેને વારંવાર ટોણા મારવાથી તેને ઘણું નુકસાન થશે. આ પછી તે સંબંધમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરશે.
5. સંબંધો બનાવવા દબાણ કરવું
જો તમે તમારા જીવનસાથી અથવા ગર્લફ્રેન્ડ સાથે સંબંધો બનાવવા દબાણ કરો છો, તો તે સ્પષ્ટ છે કે સંબંધમાં મુશ્કેલ સર્જાઈ શકે છે. આવા વધુ પડતા દબાણથી સંબંધ લાંબા સમય સુધી ટકી શકશે નહીં. તેથી આ માટે તમારી ગર્લફ્રેન્ડને ક્યારેય દબાણ ન કરો. પોતાની ફિલિંગ્સ એકબીજા સાથે શેર કરો અને એકબીજાને સમજો. જેથી તમે તમારા સંબંધો સુધારી શકો છો...
gujju news channel - news in gujarati - gujarati news - gujju news - the gujju news - intersting facts in gujarati - relationship tips