
Arvind Kejriwal News: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને (Arvind Kejriwal) 15 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. તેમને તિહાર જેલમાં રાખવામાં આવશે. કેન્દ્રીય એજન્સીએ મુખ્યમંત્રીની 15 દિવસની ન્યાયિક કસ્ટડીની માંગણી કરી હતી, જેને રાઉઝ એવન્યુ કોર્ટે મંજૂર કરી હતી. કોર્ટમાં હાજર થવા માટે લઈ જવામાં આવતાં કેજરીવાલે કહ્યું, "પીએમ જે કંઈ પણ કરી રહ્યાં છે, તે બરાબર નથી કરી રહ્યાં." કેજરીવાલની કોર્ટમાં હાજરી પહેલા તિહાર જેલમાં એક મીટિંગ ચાલી રહી હતી અને કથિત રીતે એ પણ નક્કી કરવામાં આવી રહ્યું હતું કે, તેમને તિહારની કઈ જેલમાં રાખવામાં આવશે. Arvind Kejriwal Arrested By ED Updates
મળતી માહિતી મુજબ છેલ્લા બે દિવસમાં તિહાર જેલમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આજે પણ 11 વાગ્યે ઉચ્ચ સ્તરીય બેઠક નક્કી કરવામાં આવી હતી. છેલ્લી મીટિંગમાં ચર્ચા થઈ હતી કે જો કેજરીવાલને જ્યુડિશિયલ કસ્ટડીમાં તિહાર જેલમાં મોકલવામાં આવે છે તો તેમને કયા જેલ નંબરમાં રાખી શકાય છે. તેમની સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ ચર્ચા થઈ છે.
થોડા દિવસો પહેલા આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહને જેલ નંબર 2માંથી જેલ નંબર 5માં ખસેડવામાં આવ્યા છે. મનીષ સિસોદિયાને જેલ નંબર 1માં રાખવામાં આવ્યા છે. સત્યેન્દ્ર જૈનને જેલ નંબર 7માં રાખવામાં આવ્યા છે. આ જેલમાં ED અને CBI સાથે જોડાયેલા કેદીઓને રાખવામાં આવે છે.
મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની 21 માર્ચે ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને 28 માર્ચ સુધી તેમને પ્રથમ વખત ED કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. બાદમાં, જ્યારે કેન્દ્રીય એજન્સીએ ફરીથી કસ્ટડીની માંગ કરી, ત્યારે કોર્ટે તેની ED કસ્ટડી 1 એપ્રિલ સુધી લંબાવી.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Arvind Kejriwal Arrested By ED Updates - Delhi Politics News In Gujarati - Latest politics news - AAP Suprimo Arvind Kejriwal Arrested Supreme Wordict for liquor policy And excise policy - arvind kejriwal sent to 15 days judicial custody by court In Tihar Jail