
Lok Sabha News: શિસ્તબદ્ધ ગણાતી ભાજપ પાર્ટીમાં ઠેર ઠેર વિરોધની આગ સળગી છે, ખાસ કરીને ગુજરાતના પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા અને વિજાપુર બાદ હવે અમરેલીમાં પણ ભાજપના કાર્યકર્તાઓ નિરાશ થયા છે અને વિરોધ કરી રહ્યાં છે, ત્યારે આ બધાની વચ્ચે કોંગ્રેસના દિગ્ગજ અને સીનિયર નેતા તુષાર ચૌધરીએ મોટી પ્રતિક્રિયા આપી છે, અને ભાજપ પર આકરા શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે, શિસ્તબદ્ધ ગણાતી ભાજપમાં શિસ્તના લીરેલીરા ઉડી રહ્યાં છે. ભાજપના કાર્યકરો અંદરોઅંદર એકબીજાનો વિરોધ કરી રહ્યાં છે. અને ભાજપ હાર ભાળી ગઈ છે.
લોકસભા ચૂંટણીને લઇને તુષાર ચૌધરીએ ભાજપ પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, સાબરકાંઠામાં એક ઉમેદવાર બદલ્યા બાદ બીજા ઉમેદવારનો પણ વિરોધ થઇ રહ્યો છે. ગૃહ રાજ્યમંત્રીએ પાંચ કલાક બેઠક કરી છતા અસંતોષ ખાળી નથી શક્યા. મુખ્યમંત્રી કક્ષાએ 5 કલાક બેઠક મળ્યા બાદ પણ કોકડું ઉકેલાયું નથી. વધુમાં કહ્યું કે, 26 બેઠકો 5 લાખની લીડથી જીતવાનો દાવો કરતા ભાજપ ઉમેદવાર કેમ બદલી રહ્યા છે. 5 લાખની લીડના બદલે હાર દેખાતા ઉમેદવાર બદલવા પડે છે. મારા પિતાએ આ વિસ્તારમાં કરેલા કામોના કારણે લોકો મને પસંદ કરશે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને પક્ષની તાકાતથી અમે ચૂંટણી જીતીશું. ભાજપમાં હાલ જે માહોલ છે તે મે ક્યારેય જોયો નથી. ભાજપનો ગઢ ગણાતા વડોદરા બેઠક પરથી ભાજપમાં દાવાનળ સળગ્યો છે. તુષાર ચૌધરીએ આકરો કટાક્ષ કરતાં કહ્યું કે, કોંગ્રેસયુક્ત ભાજપ થતાં ભાજપના સંનિષ્ઠ કાર્યકરો અવાજ ઉઠાવી રહ્યાં છે.
સાબરકાંઠામાં ભડકો વધી રહ્યો છે, ગઇકાલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સાબરકાંઠાની મુલાકાત લીધી છે, અને વન ટૂ વન સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ભાજપના નેતાઓ અને કાર્યકરો સાથે બેઠક કરી હતી. હવે આ મુદ્દે આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ બેઠક કરી છે. ઉલ્લેખનીય છે કે, સાબરકાંઠામાં ભાજપે પહેલા ભીખાજી ઠાકોરને લોકસભા બેઠકની ટિકીટ આપી હતી, જોકે, અટકને લઇને વિવાદ થતાં બાદમાં ઉમેદવાર બદલીને શોભના બારૈયાને ટિકીટ આપી હતી. બેઠક પર બે વાર ઉમેદવારો બદલાયા છતાં વિવાદ શમતો નહતો, જેને લઇને હવે સીએમ પટેલ એક્શનમાં આવ્યા અને આજે ગાંધીનગરમાં તેમના નિવાસ સ્થાને પક્ષના તમામ નેતાઓ, ધારાસભ્યો અને આગવાનોને બોલાવીને બેઠક કરી હતી, જેમાં સ્પષ્ટ રીતે સૂચના આપવામાં આવી હતી કે, સાબરકાંઠા બેઠક પર ઉમેદવાર બદલાશે નહીં, પક્ષના તમામ કાર્યકર્તાઓને સાથે મળીને એકજૂથ થઇને કામ કરવાનું છે. પક્ષ અને ઉમેદવાર વિરૂદ્ધના કાર્યક્રમ બંધ કરવાની સૂચના અપાઇ છે. પક્ષ અને ઉમેદવાર વિરૂદ્ધ નિવેદનો નહીં આપવાની પણ સૂચના અપાઇ છે.
અમરેલીમાં પણ ભાજપ માટે ઉકળતા ચરૂ જેવી સ્થિતિ બની રહી છે. અમરેલી બેઠક પર ભાજપે ભરત સુતરીયાને મેદાને ઉતાર્યા છે. જ્યારે આ બેઠક પર કોંગ્રેસ તરફથી જેનીબેન ઠુંમર છે. જોકે, અમરેલી બેઠક પર ભાજપમાં આંતરિક વિખવાદ શરૂ થયો છે જે હવે લોહિયાળ બન્યો છે. શનિવારે મોડી રાત્રે ભાજપના જ બે જૂથ વચ્ચે લોહિયાળ મારામારી થતા આખો મામલો ચર્ચામાં આવ્યો છે. ઉમેદવાર બદલવાની રજૂઆત કરનાર કાર્યકર પર ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. ભાજપ કાર્યકર હિરેન વિરડિયા પર હુમલો થયો હતો. હુમલો કરનાર અન્ય કોઇ પક્ષના નહીં પરંતુ ભાજપના જ કાર્યકર હોવાનો આક્ષેપ લગાવાવમાં આવી રહ્યો છે. અમરેલીની સ્થિતિને શાંત કરવા માટે સાંસદ નારણ કાછડિયા પણ પહોંચ્યા હતા. જોકે, સાંસદ કાછડિયા અને કાર્યકરો વચ્ચે પણ ઝપાઝપી થઇ હતી.
ધારી તાલુકાના દેવળા ગામમાં ભાજપના અમરેલીની બેઠક પરના ભરત સુતરીયા વિરુદ્ધમાં બેનર લાગ્યા હતા. ભરત સુતરીયાના નામની જાહેરાત બાદ તેમની સામે આંતરિક રોષ સામે આવ્યો છે. આ બેઠક પર ઉમેદવાર બદલવાની માગ ઉઠતાં ભાજપમાં આંતરિક હલચલ જોવા મળી રહી છે.
રાજકોટમાં ભાજપના ઉમેદવાર પુરષોત્તમ રુપાલાએ ક્ષત્રિય સમાજ વિરુધ્ધ ટિપ્પણી કરતાં વિવાદ થયો છે જેના કારણે ભાજપની મુશ્કેલીમાં વધારો થયો છે. પરશોતમ રૂપાલાના નિવેદનનો ઠેર-ઠેર વિરોધ, અમદાવાદ, મોરબી, બનાસકાંઠા, જેતપુર અને રાજકોટમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે.આ કારણોસર ભાજપ હાઈકમાન્ડ હરકતમાં આવ્યુ છે. એટલુ જ નહીં, ભાજપના બધાય ઉમેદવારોને ખાસ સૂચના આપવામાં આવી છે કે, કોઈએ પણ વિવાદાસ્પદ ટિપ્પણી કરવી નહી. રુપાલાની ટિપ્પણી બાદ ગુજરાતમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે. એટલુ જ નહી, ભાજપમાંથી રાજીનામા પડવાનો દોર શરૂ થયો છે. ભાજપ વિરોધી માહોલ ઉભો થયો છે. એક તરફ, ભાજપે ૨૬ બેઠકો પાંચ લાખના માર્જીનથી જીતવાનો લક્ષ્ય રાખ્યો છે ત્યારે બીજી તરફ, રુપાલાની ટિપ્પણી બાદ ભાજપની મુશ્કેલીમાં વધારો થયો છે. ભાજપના પ્રદેશ નેતાઓ આંતરિક વિખવાની આગ ઠારવા મથામણ કરી રહ્યા છે.
આ તમામ ઘટનાઓ વચ્ચે ભાજપ પોતાના કાર્યકરોનો વિરોધ અને જૂના નેતાઓની નારાજગી કેવી રીતે શાંત કરશે તે જોવું રહેશે.
Q1. ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું મતદાન કંઈ તારીખે થશે ?
Ans - 7 - May - 2024
Q2. લોકસભા ચૂંટણીનું પરિણામ કંઈ તારીખે આવશે ?
Ans - 4 - June - 2024
Q3.લોકસભાની કુલ બેઠકો કેટલી છે ?
Ans - 543
Q4. ગુજરાતમાં લોકસભાની બેઠકો કેટલી છે ?
Ans - 26
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - News In Gujarati - ગુજરાતી સમાચાર - Modi - Nitin Patel - Amit Shah - Sonia Gandhi - Lok Sabha Election - Nitin Gadkari - BSP - Mayawati - Kejriwal - Amreli - Amreli News - Code Of Conduct - CR Patil - Amreli BJP - BJP News - Patil - Kamalam - Bharat Kanabar - Bhupendra Patel - Gujarat Congress - AAP - Gujarat - Rahul Gandhi - lok-sabha-Election-news-2024-bjp-divide-in-two-group-asking-for-change-candidate-in-Gujarat - Constitution History Member Of Parlament Resultgujarat - લોકસભા ચૂંટણી 2024 તારીખ - લોકસભાની કુલ બેઠકો કેટલી છે - ગુજરાત લોકસભાની બેઠકોની યાદી - લોકસભાના 26 સભ્યો ના નામ - ગુજરાત લોકસભાની બેઠકો