
કાપ્યા વગર ખરીદો લાલચટાક અને મીઠુ મધ જેવું તરબુચ, જાણો તરબૂચ ખરીદવાની સાચી ટ્રીક..!
ગરમીઓ (Hot Season)માં તરબૂચ (Watermelon) સૌથી વધુ ખવાય છે. ઉનાળામાં તરબૂચ ખાવું બહુ જ ફાયદાકારક હોય છે. આ એક એવુ સમર ફ્રુટ છે, જે આપણને એનર્જિ આપે છે. પરંતુ સાથે જ તરબૂચ એવુ ફ્રુટ (Fruit) છે જેની છાલ બહુ જ જાડી હોય છે. તેના બહારના આવરણથી અંદાજ લગાવી શકાતો નથી કે તરબૂચ કેવુ નીકળશે. ખરીદતા સમયે હંમેશા લોકોને ડર રહે છે કે, તરબૂચ સારુ તો નીકળશે ને, તરબૂચ મીઠું તો હશે ને. ત્યારે તરબૂચ ખરીદવાની ટ્રીક (trick For buying Watermelon) અમે તમને જણાવીશું. જેનાથી તમે ક્યારેય છેતરાશો નહિ.
અનેકવાર એવુ થાય છે કે, તરબૂચ ખરીદીને લોકો બેવકૂફ બને છે. અનેકવાર કાચુ, ફીક્કું તરબૂચ ખરીદાઈ જાય છે. તેથી તરબૂચ ખરીદતા સમયે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. જો તમે યોગ્ય તરબૂચ ખરીદવાની ટ્રીક જાણી જશો તો પસ્તાશો નહિ. તમે આ ટ્રીકથી એકદમ મીઠું અને લાલચટાક તરબૂચ ખરીદી શકશો. દુકાનદાર પણ તમને બેવકૂફ નહિ બનાવી શકે.
1) જે તરબૂચની સાઈઝ નાની હોય છે, તે વધુ મીઠા અને લાલ હોય છે
2) તરબૂચ જેટલા વધુ પીળા ડાઘવાળા હશે તે તેટલા જ લાલ અને મીઠા હશે
3) તરબૂચ ઉઠાવીને હળવા હાથથી ઠોકો, જો તરબૂચ મીઠું અને લાલ હશે તો તેમાં ઠક ઠક જેવા અવાજ આવશે. જો તરબૂચ મીઠું નહિ હોય તો તેમા અવાજ નહિ આવે.
4) હાલના દિવસોમાં તરબૂચને જલ્દી પકાવવા અને લાલ કરવા માટે હોર્મોનલ ઈન્જેક્શન આપવામા આવે છે. જે હેલ્થ માટે બહુ જ નુકસાનકાર છે. તેથી જ્યારે તરબૂચ ખરીદો તો સારી રીતે જોઈ લો કે તેમાં ક્યાંક કાણું કે ફાટેલું તો નથી ને.
5) પ્રાકૃતિક રીતે પાકેલા તરબૂચને ઓળખવા માટે એક વાસણમાં પાણી ભરો અને તરબૂચનો પીસ કાપીને પાણીમાં નાંખો. જો તરબૂચ તરત રંગ છોડવાનું શરૂ કરશે તો સમજો કે તેને કેમિકલથી પકાવવામા આવ્યું છે. જ્યારે કે પ્રાકૃતિક રૂપથી પાકેલું તરબૂચ ક્યારેય રંગ નહિ છે.
જો તમે તરબૂચ લેતા પહેલાં આ 5 ટિપ્સ ફોલો કરશો તો મસ્ત મીઠુ નિકળશે અને ખાવાની પણ મજા આવશે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Hot Season - How To Buy Red WaterMelon - Tips For Buying Red Sweet Watermelon - તરબુચ ખરીદવાની સાચી રીત