
Kutch Lok Sabha Seat 2024 : વિસ્તારની દ્રષ્ટીએ દેશની સૌથી મોટી લોકસભા સીટ કચ્છમાં ભાજપનો દબદબો વર્ષોથી પરંતુ ત્યાનું સ્થાનિક રાજકારણ કંઈક અલગ જ છે. કચ્છ ગુજરાતમાં લોકસભા મતવિસ્તાર એ એક રાજકીય પાવરહાઉસ છે જે ભારતીય રાજકારણમાં તેના નોંધપાત્ર પ્રભાવ માટે જાણીતું છે. 2019ની લોકસભાની ચૂંટણીમાં અહીં કાંટાની ટક્કર જોવા મળી હતી. ભાજપ ઉમેદવાર વિનોદભાઈ ચાવડા એ 3,05,513 મતોના વિજય માર્જિન સાથે, 6,37,034 મતો મેળવીને 2019ની સામાન્ય ચૂંટણી જીતી. વિનોદભાઈ ચાવડા એ કોંગ્રેસ ના નરેશ નારણભાઈ મહેશ્વરી ને હરાવ્યા, જેમને 3,31,521 મત મળ્યા. કચ્છ વૈવિધ્યસભર વસ્તીવિષયકને પ્રતિબિંબિત કરે છે અને ગુજરાતનો નિર્ણાયક મતવિસ્તાર છે. આ મતવિસ્તારમાં વર્ષ 2019 માં 58.22% મતદાન થયું હતું. હવે 2024 લોકસભા ચૂંટણી(Lok Sabha Election 2024)માં, મતદારો તેમના મતની શક્તિ બતાવવા માટે વધુ ઉત્સાહી છે. 2024 ઉમેદવારોની યાદીમાં કચ્છ લોકસભા મતવિસ્તારમાં, ભારતીય જનતા પાર્ટી માંથી વિનોદભાઈ લખમશી ચાવડા અને ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ માંથી નીતિશભાઇ લલન અગ્રણી ઉમેદવારો છે. | Lok Sabha Election 2024 - Bharuch Lok Sabha Seat Bharuch Constitution History Member Of Parlament Result - ભરૂચ લોકસભા બેઠકની વિશેષતા - લોકસભા ચૂંટણી 2024 - ભરૂચ લોકસભા બેઠક પરિણામ રિઝલ્ટ અને ઈતિહાસ - Bharuch MP Election - Bharuch Loksabha Election Result
સમગ્ર દેશમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટી બેઠક કચ્છ બેઠક છેલ્લા અઢી દાયકાથી ભાજપનો ગઢ રહી છે. પરંતુ, એ પહેલાં કોંગ્રેસ સાત વખત અને ભાજપે આઠ વખત જીત મેળવી છે. ગુજરાતની ૨૬ બેઠકો પૈકી કચ્છની બેઠક ક્રમ પ્રમાણે પહેલી છે. કચ્છ બેઠકના ઈતિહાસની વાત કરીએ તો આ બેઠક પર પહેલી વખત ૧૯૫૨માં લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ગુલાબશંકર ધોળકીયા સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. કચ્છ બેઠક વર્ષ ૧૯૯૬થી ભાજપના કબ્જામાં છે.૨૦૦૯માં પુનમબેન જાટ વિજેતા થયા હતા.૨૦૧૪માં કોંગ્રેસના ઉમેદવાર દિનેશ પરમારને હરાવી અને ૨૦૧૯માં કોંગ્રેસના ઉમેદવાર નરેશ મહેશ્વરીને હરાવીને ચાવડાએ બાજી મારી હતી.
કચ્છ બેઠક પર માંડવી, ભુજ, અંજાર, ગાંધીધામ, અબડાસા અને રાપર તેમજ મોરબી બેઠકનો સમાવેશ થાય છે. આ બેઠક પર ક્ષત્રિય, દલિત, બ્રાહૃણ, વણિક, લોહાણા, આહિર, રબારી અને ઓબીસી સમાજનું વર્ચસ્વ રહ્યું છે. અનુસુચિત જાતિ અને મુસ્લિમ સમાજના મતદારોનું પણ વર્ચસ્વ છે. ઉપરાંત લેઉવા અને કડવા પટેલના મતદારો પણ હાર જીત માટે મહત્વની ભુમિકા ભજવતા હોય છે. છેલ્લે વર્ષ- ૨૦૨૨માં યોજાયેલી ગુજરાત વિાધાનસભાની ચૂંટણીમાં કચ્છની તમામ છ એ છ બેઠકો પર ભગવો લહેરાયો હતો. તમામ બેઠકો ભાજપે જીતી હતી.
વર્ષ | ઉમેદવારનું નામ | વોટ | વોટ રેટ |
---|---|---|---|
2019 | વિનોદભાઈ ચાવડા - ભાજપ | 637034305513 lead | 62.00% vote share |
નરેશ નારણભાઈ મહેશ્વરી - કોંગ્રેસ | 331521 | 32.00% vote share | |
2014 | ચાવડા વિનોદ લખમણશી - ભાજપ | 562855254482 lead | 61.00% vote share |
ડૉ.દિનેશ પરમાર -કોંગ્રેસ | 308373 | 33.00% vote share | |
2009 | જાટ પૂનમબેન વેલજીભાઈ - ભાજપ | 28530071343 lead | 51.00% vote share |
દાનીચા વાલજીભાઈ પૂનમચંદ્ર - કોંગ્રેસ | 2,13,957 |
20.91% vote share |
ભાજપે કચ્છમાં આ વખતે વિનોદ ચાવડાને ફરી રિપિટ કરીને વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જ્યારે કોંગ્રેસે નીતિશ લલનને લોકસભાના જંગના મેદાનમાં ઉતાર્યા છે.
► Q & A
1. લોકસભાની કુલ બેઠકો કેટલી છે?
Ans - 543
2. ગુજરાતમાં લોકસભાની બેઠકો કેટલી છે?
Ans - 26
→ કચ્છ લોકસભા ચૂંટણીઓ વિશે લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે આ પેજ જોતા રહો.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Lok Sabha Election 2024 - Kutch Lok Sabha Seat Kutch Constitution History Member Of Parlament Result - કચ્છ લોકસભા બેઠકની વિશેષતા - લોકસભા ચૂંટણી 2024 - કચ્છ લોકસભા બેઠક પરિણામ રિઝલ્ટ અને ઈતિહાસ - Kutch MP Election - Kutch Loksabha Election Result - Kutch news - where is Kutch located - કચ્છ જિલ્લાના સમાચાર - કચ્છ ના તાજા સમાચાર - કચ્છ જીલ્લો - કચ્છ ના લાઇવ સમાચાર - કચ્છ જિલ્લાના લાઇવ સમાચાર - કચ્છ ન્યૂઝ - લોકસભા ચૂંટણી 2024 તારીખ - લોકસભાની કુલ બેઠકો કેટલી છે - ગુજરાત લોકસભાની બેઠકોની યાદી - લોકસભાના 26 સભ્યો ના નામ - ગુજરાત લોકસભાની બેઠકો - loksabha election date 2024 - Kutch Lok Sabha constituency - Kutch mp list - Kutch mla list - Kutch mp name - Kutch lok sabha number - Kutch mla - Kutch lok sabha result