
Girl Child Celebration: મહારાષ્ટ્રના પુણેમાં દીકરીના જન્મ પર માતા-પિતાએ એવી અનોખી રીતે ઉજવણી કરી. કે લોકો જોતા જ રહી ગયા. પરિવારની (newborn daughter) પ્રથમ બાળકીને અનોખી રીતે ઘરે લાવવામાં આવી હતી.
22 જાન્યુઆરીના રોજ રાજલક્ષ્મીનો જન્મ તેના નાની ઘરે મહારાષ્ટ્રના ભોસરી ગામમાં થયો હતો. નાની ઘરથી શેલગાંવ જવા માટે રાજલક્ષ્મીના પિતા વિશાલ જારેકરે 1 લાખ રૂપિયા ખર્ચની હેલિકોપ્ટર ભાડે કર્યુ હતુ.
ANI સાથેની વાતચીતમાં વિશાલે જારકારે જણાવ્યું હતુ કે, અમારા પરિવારમાં એક પણ દીકરી નથી, તેથી રાજલક્ષ્મીના સ્વાગત માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી હતી. 2 એપ્રિલે મારી પત્ની સાથે રાજલક્ષ્મીને હું હેલિકોપ્ટરમાં ઘરે લઈને આવ્યો હતો. લાંબા સમય બાદ અમારા ઘરે દીકરીનો જન્મ થયો હોવાથી આખા પરિવાર માટે ખુશીનો પ્રસંગ હતો.
રાજલક્ષ્મી અને તેની માતાને આવકારવા પરિવારે બંને પર પુષ્પવર્ષા પણ કરી હતી. આ ભવ્ય સ્વાગત જોવા માટે હેલિકોપ્ટરના ઉતરાણ વિસ્તારની આસપાસ ગામના ઘણા લોકો આવ્યા હતા..
Watch full video of Celebration
ભારતમાં ઘણા ગામડાઓમાં દીકરીના જન્મ પર અનોખી પ્રથાઓનું પાલન કરવામાં આવે છે. ક્યાંક વૃક્ષો વાવવામાં આવે છે તો ક્યાંક પરોપકાર કરવામાં આવે છે. ગયા વર્ષે ભોપાલમાં એક પાણીપુરી વેંચતા વ્યક્તિએ જ્યારે દીકરીનો જન્મ થયો ત્યારે બધાને મફતમાં પાણીપુરી ખવડાવી હતી. આવા માતા-પિતા એ તમામ લોકો માટે પ્રેરણારૂપ છે જેઓ હજુ પણ તેમની દીકરીને બોજ માને છે.