
ફોટોમાં દેખાતો વ્યક્તિ ચીનનો રહેવાસી છે, જેનું નામ વેઈ જિઆંગુઓ છે. 60 વર્ષીય જિઆંગુઓ છેલ્લા 14 વર્ષથી એરપોર્ટ પર રહે છે. અને તે ઘરે પરત ફરવાની ના પાડે છે, અને ઘરે કોઈ સ્વતંત્રતા મળતી ન હોવાનુ જણાવી રહ્યો છે. તે કહે છે કે, પરિવારના સભ્યો તેને દારૂ અને ધૂમ્રપાન છોડી દેવા માટે કહેતા હતા, તેથી તે ઘર છોડીને એરપોર્ટ પર રહેવા લાગ્યો હતો.
વેઇ જિઆંગુઓ છેલ્લા 14 વર્ષથી બેઇજિંગ ઇન્ટરનેશનલ એરપોર્ટના વેઇટિંગ એરિયામાં રહે છે. શરૂઆતમાં તે કેટલાક દિવસો સુધી રેલ્વે સ્ટેશન પર પણ સૂતો હતો. જિયાંગુઓ કહે છે કે તે એરપોર્ટ પર પોતાની ઈચ્છા મુજબ ખાઈ-પી શકે છે. તેણે 'ચાઈના ડેઈલી'ના અહેવાલમાં કહ્યું કે તે હવે ઘરે પાછો નહીં જાય કારણ કે તેને ઘરમાં કોઈ સ્વતંત્રતા નથી.
વાસ્તવમાં, જિઆંગુઓની પત્ની અને તેના પરિવારે તેને કહ્યું હતું કે જો તેને ઘરે રહેવું હોય તો તેણે સિગારેટ અને દારૂ છોડવો પડશે. આવી સ્થિતિમાં તેણે ઘર છોડવાનું સ્વીકાર્યું પરંતુ સિગારેટ અને દારૂ છોડ્યો નહીં. જિયાંગુઓનું ઘર એરપોર્ટથી લગભગ 19 કિલોમીટર દૂર છે. વર્ષ 2008માં તેણે ઘર છોડી દીધું હતું.
તાજેતરના એક વિડિયોમાં વેઈ જિયાંગુઓએ જણાવ્યું કે તેને એરપોર્ટ પર રોકાવું ગમે છે, કારણ કે તેને અહીં ઠંડી નથી લાગતી. જિયાંગુઓએ અહીં એક નાનું રસોડું પણ બનાવ્યું છે. તેનો ખર્ચ દર મહિને મળતી સરકારી સબસિડીથી કાઢે છે.
જિઆંગુઓ એરપોર્ટ પર આવતા કોઈપણ મુસાફરને હેરાન કરતો નથી, તેથી જ ત્યાંનો સ્ટાફ તેને ત્યાંથી હટાવી રહ્યો નથી. તે છેલ્લા 14 વર્ષથી બેઇજિંગ એરપોર્ટ પર તેની સ્લીપિંગ બેગ અને કેટલાક સામાન સાથે રહે છે.
gujju news channel - news in gujarati - gujarati news - gujju news - the gujju news - intersting facts in gujarati