
Bhavnagar LokSabha Seat : લોકશાહીના મહાપર્વ એવા લોકસભા ચૂંટણી ૨૦૨૪ (Lok Sabha Election 2024)ના પડઘમ વાગી ચૂક્યા છે. ચૂંટણીપંચે લોકસભા ચૂંટણીનું સમયપત્રક જાહેર કરી દીધું છે.ગુજરાતમાં આગામી તા.૭ મેના રોજ ત્રીજા તબક્કામાં મતદાનનું મહાપર્વ ઉજવવામાં આવશે.આગામી લોકસભા ચૂંટણીને લઈ એક તરફ જિલ્લા વહિવટી તંત્રએ તૈયારીઓનો ધમધમાટ શરૂ કર્યો છે. વર્ષ-૨૦૧૯માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભાવનગર બેઠક પર નોંધાયેલાં ૧૭.૩૪ લાખ મતદારોની સામે આ વખતે અંદાજે ૧૦ ટકાના વધારા સાથે ૧.૭૫ લાખ મતદારોનો વધારો નોંધાયો છે. જેમાં પુરૂષ મતદારોની સામે સ્ત્રી મતદારોની સંખ્યા વધી હોવાનું જાણવા મળેલ છે. | Lok Sabha Election 2024 - Bhavnagar Lok Sabha Seat Bhavnagar Constitution History Member Of Parlament Result - ભાવનગર લોકસભા બેઠકની વિશેષતા - લોકસભા ચૂંટણી 2024 - ભાવનગર લોકસભા બેઠક પરિણામ રિઝલ્ટ અને ઈતિહાસ - Bhavnagar MP Election
વર્ષ-૨૦૧૯ના એપ્રિલ માસમાં યોજાયેલી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં કુલ ૧૭,૩૪,૧૨૪ મતદારો નોંધાયા હતા. જેમાં ૯,૦૩,૭૯૨ પુરૂષ મતદારો જ્યારે ૮,૩૦,૨૯૯ સ્ત્રી મતદારાનો સમાવેશ થાય છે. જયારે પાંચ વર્ષ બાદ યોજાનારી ચૂંટણીમાં કુલ મતદારોની સંખ્યામાં સરેરાશ ૧.૭૫ લાખ મતદારાનો વધારો થયો છે. વર્ષ-૨૦૧૯ની સ્થિતિએ પાંચ વર્ષ દરમિયાન સરેરાશ ૧૦.૦૯ ટકાના વધારા સાથે કુલ મતદારો ૧૯,૦૯,૧૯૦ મતદારો નોંધાયા છે. જેમાં ૯.૬૪ ટકાના વધારા પુરૂષ મતદારોની સંખ્યામાં ૮૭,૧૩૧નોંવધારો નોંધાયો છે. સાથે જ આ ચૂંટણીમાં કુલ ૯,૯૦,૯૨૩ પુરૂષ મતદારો નોંધાયા છે. જ્યારે ગત ચૂંટણીની સરખામણીએ ૧૦.૫૮ ટકાના નોંધપાત્ર વધારા સાથે સ્ત્રી મતદારોની સંખ્યામાં ૮૭,૯૨૭નો વધારો નોંધાયો છે. સાથે જ આ વખતે સ્ત્રી મતદારોની સંખ્યા વધીને ૯,૧૮,૨૨૬એ પહોંચી છે.તો, આ વખતે ૪૧ અન્ય મતદારો પણ નોંધાયા છે. જે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. મહત્વપૂર્ણ છે કે, આ વખતે પુરૂષોની સરખામણીએ સ્ત્રી મતદારોની સંખ્યામાં વધારો થયો છે.
ભાજપ દ્વારા ઉમેદવારોની બીજી યાદીમાં ભાવનગરની બેઠક ઉપર નિમુબેન બાંભણિયા ઉપર પસંદગી ઉતારવામાં આવી છે. ભાજપ સાથે છેલ્લા 25 વર્ષથી જોડાયેલા અને બે ટર્મ પૂર્વ મેયર તરીકે પણ રહી ચૂકેલા નિમુબેન બાંભણિયા કોળી સમાજમાંથી આવે છે. તો બીજી તરફ લોકસભા ચૂંટણીમાં ભાજપ સામે બાથ ભીડવા ગુજરાતમાં આપ-કોંગ્રેસ ગઠબંધન રચાયું છે. ગુજરાતમાં સીટ વહેંચણી થતા ભાવનગર બેઠક આમ આદમી પાર્ટીના ભાગે આવી છે. ત્યારે આમ આદમી પાર્ટીમાંથી કોણ ઉમેદવાર રહેશે તેને લઈને સસ્પેન્સ રહેલું છે.
વર્ષ |
ઉમેદવારનું નામ |
વોટ |
વોટ રેટ |
2019 |
ડૉ. ભારતીબેન શિયાળ - ભાજપ |
64.00% |
329519 |
મનહર પટેલ – કોંગ્રેસ |
32.00% |
329519 |
|
2014 |
ડૉ.ભારતીબેન શિયાળ - ભાજપ |
61.00% |
295488 |
રાઠોડ પ્રવીણભાઈ – કોંગ્રેસ |
28.00% |
||
2009 |
રાજુભાઈ રાણા – ભાજપ |
34.00% |
5893 |
ગોહિલ મહાવીરસિંહ અઠસિંહ - કોંગ્રેસ |
33.00% |
||
2004 |
રાજુભાઈ રાણા – ભાજપ |
56.00% |
80426 |
ગીગાબાઈ ગોહિલ |
|
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Lok Sabha Election 2024 - Bhavnagar Lok Sabha Seat Bhavnagar Constitution History Member Of Parlament Result - ભાવનગર લોકસભા બેઠકની વિશેષતા - લોકસભા ચૂંટણી 2024 - ભાવનગર લોકસભા બેઠક પરિણામ રિઝલ્ટ અને ઈતિહાસ - Bhavnagar MP Election - Bhavnagar Loksabha Election Result - Bhavnagar news - where is Bhavnagar located - ભાવનગર જિલ્લાના સમાચાર - ભાવનગર ના તાજા સમાચાર - ભાવનગર જીલ્લો - ભાવનગર ના લાઇવ સમાચાર - ભાવનગર જિલ્લાના લાઇવ સમાચાર - ભાવનગર ન્યૂઝ - લોકસભા ચૂંટણી 2024 તારીખ - લોકસભાની કુલ બેઠકો કેટલી છે - ગુજરાત લોકસભાની બેઠકોની યાદી - લોકસભાના 26 સભ્યો ના નામ - ગુજરાત લોકસભાની બેઠકો - loksabha election date 2024 - Bhavnagar Lok Sabha constituency - Bhavnagar mp list - Bhavnagar mla list - Bhavnagar mp name - Bhavnagar lok sabha number - Bhavnagar mla - Bhavnagar lok sabha result