
Vadodara Seat Lok Sabha Election 2024 : વડોદરા બેઠક પરથી પીએમ મોદી પ્રથમ વાર સંસદની ચૂંટણી લડ્યા હતા. અને આ સીટ 2009થી સતત ભાજપના કબજામાં છે ત્યારે ભાજપે રંજનબેન ભટ્ટને ફરી રિપીટ કર્યા છે. તો બીજી તરફ ગત ચૂંટણીમાં કોંગ્રેસના પ્રશાંત પટેલે પણ જોરદાર ટક્કર આપી હતી. પરંતુ આ વખતે ભાજપ તરફી પવનમાં કોંગ્રેસ ક્યાં ઉમેદવારને ઉભો રાખે છે. તેમજ ભાજપના ગઢમાં કોંગ્રેસ કેવો પાવર દેખાડે છે તે જોવું રહેશે.
આઝાદી બાદ પહેલીવાર વર્ષ 1952માં લોકસભાની વડોદરા બેઠક પર ચૂંટણી યોજાઇ હતી. જેમાં કોંગ્રેસનો દબદબો રહ્યો હતો. ત્યારબાદ 1989માં જનતા દળના ઉમેદવાર અહીંથી જીત્યા હતા. જો કે, વર્ષ 1991માં પ્રથમ વખત અહીંથી ખાતુ ખોલ્યું હતું અને ત્યારબાદ 1996માં ફરી કોંગ્રેસના ખાતે આ બેઠક ગઇ હતી. જો કે, 1998માં ફરી ભાજપે આ બેઠક પરથી કેસરીયો લહેરાવ્યો હતો. અને જયાબેન ઠક્કકર વડોદરા બેઠક પરથી સાંસદ બન્યા હતા. ત્યારબાદ 1998થી 2004 સુધી તેઓ સતત ચૂંટાયા હતા. વર્ષ 2009માં બાળકૃષ્ણ શુક્લ અને ત્યારબાદ 2014માં તે સમયના ગુજરાતના સીએમ નરેન્દ્ર મોદી ચૂંટણી જીત્યા હતા અને વડાપ્રધાન બન્યા હતા. જોકે ત્યારબાદ વર્ષ 2014ની પેટા ચૂંટણીમાં ફરી ભાજપની જીત થઇ હતી અને રંજનબેન ભટ્ટે કેસરીયો લહેરાવ્યો હતો. સાથે જ 2019માં પણ રંજનબેન ભટ્ટે આ બેઠક પરથી જીત મેળવી હતી.
હવે જો વડોદરા સીટના મતદાતાઓની વાત કરીએ તો ચૂંટણી પંચના આંકડાઓ મુજબ લોકસભા ચૂંટણી 2014માં વડોદરા સીટ પર કુલ 1,638,321 મતદાતા નોંધાયા હતા જેમાંથી પુરુષ મતદાતા 849,077 અને મહિલા મતદાતા 789,244 હતા. જેમાંથી લોકસભા ચૂંટણી 2014માં 625,045 પુરુષ મતદાતાઓ અને 536,532 મહિલા મતદાતાઓએ એમ મળીને કુલ 1,161,577 મતદારોએ મતદાન કર્યું હતું. જણાવી દઈએ કે વડોદરા લોકસભા મતવિસ્તારની કુલ વસતી 2,298,052 છે જેમાંથી 19.85% વસ્તી ગ્રામીણ જ્યારે 80.15% શહેરી વસ્તી છે. આ મતવિસ્તારમાં કુલ વસ્તીના 6.37 ટકા એસસી અને 6.17 ટકા એસટીની વસાહત છે.
વર્ષ |
ઉમેદવારનું નામ |
વોટ |
વોટ રેટ |
2019 |
રંજનબેન ભટ્ટ - ભાજપ |
72.00% |
589177 |
પ્રશાંત પટેલ - કોંગ્રેસ |
24.00% |
589177 |
|
2014 |
નરેન્દ્ર મોદી - ભાજપ |
74.00% |
648208 |
મિસ્ત્રી મધુસુદન દેવરામ - કોંગ્રેસ |
24.00% |
||
2009 |
બાલુ શુક્લ - ભાજપ |
57.00% |
136028 |
ગાયકવાડ સત્યજીતસિંહ દુલપસિંહ - કોંગ્રેસ |
39.00% |
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Lok Sabha Election 2024 - Vadodara Lok Sabha Seat Vadodara Constitution History Member Of Parlament Result - વડોદરા લોકસભા બેઠકની વિશેષતા - લોકસભા ચૂંટણી 2024 - વડોદરા લોકસભા બેઠક પરિણામ રિઝલ્ટ અને ઈતિહાસ - Vadodara MP Election - Vadodara Loksabha Election Result - Vadodara news - where is Vadodara located - વડોદરા જિલ્લાના સમાચાર - વડોદરા ના તાજા સમાચાર - વડોદરા જીલ્લો - વડોદરા ના લાઇવ સમાચાર - વડોદરા જિલ્લાના લાઇવ સમાચાર - વડોદરા ન્યૂઝ - લોકસભા ચૂંટણી 2024 તારીખ - લોકસભાની કુલ બેઠકો કેટલી છે - ગુજરાત લોકસભાની બેઠકોની યાદી - લોકસભાના 26 સભ્યો ના નામ - ગુજરાત લોકસભાની બેઠકો - loksabha election date 2024 - Vadodara Lok Sabha constituency - Vadodara mp list - Vadodara mla list - Vadodara mp name - Vadodara lok sabha number - Vadodara mla - Vadodara lok sabha result