
ઠંડા ઠંડા કૂલ કૂલ જુગાડ ! ગરમીથી રાહત મેળવવા આ વ્યક્તિએ ઈ-રિક્ષાની છત પર ઉગાડ્યું ઘાસ....
Hunan Interest: ભારત સહિત સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગની સમસ્યાથી ઝઝૂમી રહ્યું છે. આપણા મનુષ્યોની ગતિવિધિઓને કારણે પૃથ્વીનું તાપમાન સતત વધી રહ્યું છે. આવી સ્થિતિમાં, આપણે આપણા સ્તરે પર્યાવરણને બચાવવા માટે પ્રયાસ કરીએ તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જે માટે વૃક્ષો કાપવાનું બંધ કરવા સલાહ આપવામાં આવે છે. વૃક્ષો આપણી તમામ જરૂરિયાતો પૂરી પાડે છે, પછી તે શ્વાસ લેવા માટે ઓક્સિજન હોય, ફળ ખાવા માટે હોય કે ગરમીથી રાહત મેળવવા માટે છાંયો હોય. જ્યાં કોંક્રિટના ઓછા જંગલો અને વધુ વૃક્ષો અને છોડ છે ત્યાં તાપમાન પણ ઓછું રહે છે.
ઈન્ટરનેટની દુનિયામાં એક યા બીજી એવી તસવીર જોવા મળે છે, જેને જોઈને આંખો ફાટી જાય. અને ઈન્ટરનેટ દ્વારા જ આપણે જાણીએ શકીએ છીએ કે આપણે ભારતીયો કેટલા જુગાડુ અને પ્રતિભાશાળી છીએ. ભારતીય જુગાડનું બીજું એક ખૂબ જ સારું ઉદાહરણ ટ્વિટર પર શેર કરવામાં આવ્યું હતુ.
►ટ્વિટર યુઝર એરિક સોલહેમે ઈ-રિક્ષાના ડ્રાઈવરની તસવીર શેર કરી હતી. ઓટો-ડ્રાઇવર્સ અને ઇ-રિક્ષા ચાલકો ઉનાળામાં રાહત માટે પંખા લગાવે છે, પરંતુ આ વ્યક્તિએ ઇ-રિક્ષાની છત પર ઘાસ અને કુંડા વાવ્યા હતા. એરિકે તસવીરના કેપ્શનમાં લખ્યું હતુ કે, અદ્ભુત! 'આ ભારતીય વ્યક્તિએ રિક્ષા પર ઘાસ ઉગાડ્યું જેથી ઉનાળામાં પણ તે ઠંડુ રહે.' 4 એપ્રિલે શેર કરાયેલા આ ફોટો પર 20 હજારથી વધુ લાઈક્સ આવી ચૂકી છે.Tweet
►તસવીર જોઈને ટ્વિટર પર લોકોએ અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી હતી. એક વ્યક્તિએ લખ્યું, 'ટૂંક સમયમાં લોકો તેમના માથા પર વૃક્ષો ઉગાડવાનું શરૂ કરશે.' Tweet
►બીજાએ લખ્યું, 'દિલ્હીમાં પ્રદૂષણ ઘટાડવા માટે આ વ્યક્તિના જૂગાડની ખૂબ જ જરૂર છે.' Tweet
►અન્ય એક યુઝરે લખ્યું કે, 'પૃથ્વીની ગરમી ઓછી કરવા માટે આપણે આ પ્રકારનો પ્રયાસ કરવો જોઈએ.' Tweet
►ઈ-રિક્ષા ચાલકના વખાણ કરતાં એક વ્યક્તિએ લખ્યું, 'મહાન ઈન્વેન્શન, બીજાને પણ આવું કરવા માટે પ્રોત્સાહિત કરવુ જોઈએ.' Tweet
થોડા વર્ષો પહેલા બેંગ્લોરના એક બસ ડ્રાઈવરની તસવીરો પણ વાયરલ થઈ હતી. આ બસ ચાલકે પોતાની બસને બગીચો બનાવ્યો હતો અને લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવા અનેક પ્રકારના છોડ વાવ્યા હતા. ત્યારે પોતાની જરૂરીયાતોને સંતોષવા માટે પર્યાવરણને ગમે તે રીતે જાળવવુ ખુબ જરૂરી બન્યુ છે....
gujju news channel - health tips in gujarati - gujarati news - gujju news - the gujju news - gujarati news - human interest news