
Gandhinagar Lok Sabha Seat : ગાંધીનગર લોકસભા મતવિસ્તાર, ગુજરાત રાજ્યમાં એક મહત્વપૂર્ણ મતદાન ક્ષેત્ર છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર મતક્ષેત્રના સાંસદ છે. 2019 પહેલા અહીંની સીટ પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર એલ.કે.અડવાણી આ સીટ પરથી જીત મેળવતા આવ્યા છે. તેઓએ આ સીટ પર અંદાજીત બે દાયકા સુધી શાસન કર્યું છે. આ મતદાન વિસ્તારની કુલ વસ્તી 19,33,986 છે, જેમાંથી 21.06% ગ્રામીણ વિસ્તારો અને 78.94% શહેરી વિસ્તારો છે. 2019માં અમિત શાહે સૌથી વધુ 8,88,210 મત મેળવી એક તરફી જીત મેળવી હતી. આ વર્ષે પણ અમિત શાહ ગાંધીનગરની બેઠક પર ભાજપમાંથી ચૂંટણી લડવા જઈ રહ્યા છે. ત્યારે આ સીટ ફરી ભાજપ જીતે તેવી શક્યતા છે. કારણ કે તેમની સામે કોઈ મજબુત વિપક્ષ કે લોકચાહના ધરાવતો ચહેરો નથી.
ગાંધીનગર દેશનું બીજું એવું શહેર છે જેને આયોજનથી વસાવવામાં આવ્યું છે. જે ગ્રીન સિટી તરીકે પણ જાણીતું છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની યાદમાં આ શહેરનું નામ ગાંધીનગર રાખવામાં આવ્યું છે. ગાંધીનગરનું અક્ષરધામ મંદિર દેશના પ્રમુખ મંદિરોમાંથી એક છે. જ્યાં દર વર્ષે 20 લાખથી વધુ લોકો આવે છે. ગાંધીનગર લોકસભા બેઠકમાં ગાંધીનગર ઉત્તર, કલોલ, સાણંદ, ઘાટલોડીયા,વેજલપુર, નારણપુરા, સાબરમતી સાત વિધાનસભા બેઠકો આવે છે. જેમાંથી સૌથી વધુ પટેલ (2,44,074), વણિક (1,42,023), બ્રાહ્મણ (1,25,811), ઠાકોર (1,30,846) ક્ષત્રિય (74,843), વિશ્વકર્મા (1,34,943), મુસ્લિમ (1,08,908) અને દલિત (1,88,090) મતદારો છે. ગાંધીનગર લોકસભા બેઠક પર ગાંધીનગર જિલ્લાની માત્ર બે જ વિધાનસભા બેઠકો આવે છે બાકીની પાંચ બેઠકો અમદાવાદ જિલ્લાની આવે છે જે જીત માટે નિર્ણાયક બને છે.
આ બેઠક પર રાષ્ટ્રીય નેતાઓ ઉમેદવારી કરતાં હોવાથી મતદારો હોંશેહોંશ તેમને જીતાડે છે. પરંતુ સાંસદનો સાક્ષાત્કાર કરી શકાતો નહીં હોવાનો વસવસો અહીંના મતદારોમાં છે. રાષ્ટ્રીય નેતાઓ મોટેભાગે દિલ્હીમાં વ્યસ્ત રહેતાં હોવાથી મત વિસ્તારમાં ભાગ્યે જ આવે છે તેવો અનુભવ મતદારોને છેલ્લા 28 વર્ષથી થઈ રહ્યો છે.
વર્ષ |
ઉમેદવારનું નામ |
વોટ |
વોટ રેટ |
2019 |
અમિત શાહ – ભાજપ વિજેતા |
70.00% |
557014 |
સીજે ચાવડા - કોંગ્રેસ |
26.00% |
||
2014 |
એલ.કે.અડવાણી - ભાજપ વિજેતા |
69.00% |
483121 |
કિરીટભાઈ ઈશ્વરભાઈ પટેલ - કોંગ્રેસ |
26.00% |
||
2009 |
લાલકૃષ્ણ અડવાણી – ભાજપ વિજેતા |
55.00% |
121747 |
સુરેશ પટેલ - કોંગ્રેસ |
39.00% |
||
2004 |
લાલકૃષ્ણ અડવાણી - ભાજપ વિજેતા |
61.00% |
217138 |
ગાભાજી મંગાજી ઠાકોર - કોંગ્રેસ |
35.00% |
||
1999 |
લાલકૃષ્ણ અડવાણી - ભાજપ વિજેતા |
61.00% |
188944 |
ટી એન શેષન - કોંગ્રેસ |
36.00% |
||
1998 |
લાલકૃષ્ણ અડવાણી - ભાજપ વિજેતા |
60.00% |
276701 |
પી.કે. દત્તા - કોંગ્રેસ |
29.00% |
||
1996 |
અટલ બિહારી વાજપેઈ - ભાજપ વિજેતા |
66.00% |
188872 |
પોપટલાલ વી પટેલ - કોંગ્રેસ |
28.00% |
||
1991 |
લાલકૃષ્ણ અડવાણી - ભાજપ વિજેતા |
58.00% |
125679 |
જી.આઇ. પટેલ - કોંગ્રેસ |
38.00% |
||
1989 |
વાઘેલા શંકરજી લક્ષ્મણજી - ભાજપ વિજેતા |
66.00% |
268492 |
કોકીલા વાયસ - કોંગ્રેસ |
30.00% |
||
1984 |
જી.આઇ.પેટેલ - કોંગ્રેસ વિજેતા |
47.00% |
2754 |
ઈન્દુભાઈ ચતુરભાઈ પટેલ - જનતા પાર્ટી |
46.00% |
||
1980 |
અમૃત મોહનલાલ પટેલ - કોંગ્રેસ વિજેતા |
54.00% |
49217 |
પુરષોત્તમ ગણેશ નવલંકર - જનતા પાર્ટી |
43.00% |
||
1977 |
પુરૂષોત્તમ માવલંકર - ભારતીય લોકદળ વિજેતા |
57.00% |
60117 |
ગોવિંદભાઈ સી. પટેલ - કોંગ્રેસ |
42.00% |
||
1971 |
સોમચંદ મનુ સોલંકી - કોંગ્રેસ(ઓ.) વિજેતા |
48.00% |
3502 |
નરસિંહ કરસન મકવાણા – કોંગ્રેસ |
46.00% |
||
1967 |
એસ.એમ. સોલંકી – કોંગ્રેસ વિજેતા |
47.00% |
29840 |
કે.યુ. પરમાર - રિપબ્લિક પાર્ટી ઓફ ઈન્ડિયા |
38.00% |
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Lok Sabha Election 2024 - Gandhinagar Lok Sabha Seat gandhinagar Constitution History Member Of Parlament Result - ગાંધીનગર લોકસભા બેઠકની વિશેષતા - લોકસભા ચૂંટણી 2024 - ગાંધીનગર લોકસભા બેઠક પરિણામ રિઝલ્ટ અને ઈતિહાસ - gandhinagar MP Election - gandhinagar Loksabha Election - gandhinagar news - where is gandhinagar located - ગાંધીનગર જિલ્લાના સમાચાર - ગાંધીનગર ના તાજા સમાચાર - ગાંધીનગર જીલ્લો - ગાંધીનગર ના લાઇવ સમાચાર - લોકસભા ચૂંટણી 2024 તારીખ - લોકસભાની કુલ બેઠકો કેટલી છે - ગુજરાત લોકસભાની બેઠકોની યાદી - લોકસભાના 26 સભ્યો ના નામ - ગુજરાત લોકસભાની બેઠકો - loksabha election date 2024 - gandhinagar Lok Sabha constituency - gandhinagar mp list - gandhinagar mla list - gandhinagar mp name - gandhinagar lok sabha number - gandhinagar mla - gandhinagar lok sabha result 2019 - gandhinagar politician - gandhinagar mp list - gujju news channel - રાજકારણ સમાચાર