Lok Sabha Election 2024 : વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીની વાત કરીએ તો રાજકોટ લોકસભા બેઠક પર ભાજપે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાને ટિકિટ આપી છે. અને ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરા, વર્તમાન સાંસદ મોહન કુંડારિયાની ટિકિટ કપાઈ છે. કોંગ્રેસના ઉમેદવારો જોવા જઈએ તો પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ, લલિત કાગથરા (કડવા પાટીદાર), આ સિવાય ગાયત્રી બા વાઘેલા જેઓ પૂર્વ કોર્પોરેટર રહ્યા છે. આ નેતાઓના નામ હાલ ચર્ચામાં છે. પરંતુ જિલ્લામાં અને શહેરમાં કોંગ્રેસ નાદુરસ્ત રહી છે. અને રાજકોટ લોકોસભા બેઠક ભાજપનો ગઢ હોવાથી આ બેઠક ભાજપ જ જીતે તેવી શક્યતાઓ છે. મહત્વનું છે. છેલ્લી બે ટર્મથી ભાજપ તરફથી મોહનભાઈ કુંડારિયા સાંસદ રહી ચૂક્યા છે. | Rajkot Lok Sabha Seat Rajkot Constitution History Member Of Parlament Result - રાજકોટ લોકસભા બેઠકની વિશેષતા - લોકસભા ચૂંટણી 2024
સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટ રાજકારણની દ્રષ્ટીએ પણ અન્ય જિલ્લા પર પ્રભાવ પાડે છે. ટંકારા, વાંકાનેર, રાજકોટ પૂર્વ, રાજકોટ પશ્ચિમ, રાજકોટ દક્ષિણ, રાજકોટ ગ્રામીણ (SC) અને જસદણ વિધાનસભા બેઠકો તેના હેઠળ આવે છે. જેમાં 9,79,670 પુરુષ, 9,04,178 મહિલા, 18 અન્ય સહિત કુલ 18,83,866 મતદાતા આ લોકસભા બેઠક હેઠળ આવે છે. જે ઘણા વર્ષથી ભાજપના કબજામાં રહેલી છે.
રાજકોટની ઐતિહાસિક ઓળખની વાત કરવામાં આવે તો રાજકોટને સૌરાષ્ટ્રનું આર્થિક પાટનગર માનવામાં આવે છે. જ્યારે જનસંઘ હતું ત્યારથી રાજકોટમાં ભાજપ પક્ષની પકડ રહી છે. જનસંઘ સમયથી અહીંયા આ પક્ષના ઉમેદવારો જીતે છે અને ત્યારબાદ જનસંઘ ભાજપ થયું ત્યારથી ભાજપ પક્ષનો રાજકોટ બેઠક ઉપર દબદબો જોવા મળી રહ્યો છે. રાજકોટ બેઠકના ઉમેદવારોની વાત કરવામાં આવે તો ડો.વલ્લભભાઈ કથેરીયા કેન્દ્ર સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. જેઓ પણ રાજકોટ લોકસભા બેઠક પરથી લગભગ ચાર વખત સાંસદ બન્યા હતા. ત્યારબાદ મોહન કુંડારીયાની વાત કરવામાં આવી તો મોહન કુંડારીયા મોદી સરકારમાં કૃષિ મંત્રી રહી ચૂક્યા છે. જેઓ પણ છેલ્લી બે ટર્મથી રાજકોટ લોકસભા બેઠક ઉપરથી જીતતા આવ્યા છે. સૌરાષ્ટ્રની સૌથી મહત્વની બેઠક રાજકોટને માનવામાં આવે છે કારણ કે અહીંનું રાજકારણ સૌરાષ્ટ્રભરના અલગ અલગ જિલ્લાઓમાં અસર કરતું હોય છે.
રાજકોટ લોકસભા ચૂંટણીના પરિણામ 2019થી 1962 સુધીની માહિતી નીચે આપેલી છે.
2019 – મોહન કુંડારિયા – ભાજપ પક્ષમાંથી વિજેતા
હાર - લલિત કગથરા - કોંગ્રેસ
2014 – મોહન કુંડારિયા – ભાજપ પક્ષમાંથી વિજેતા
હાર – કુંવરજીભાઈ બાવળિયા – કોંગ્રેસ
2009 – કુંવરજીભાઈ બાવળિયા – કોંગ્રેસ પક્ષમાંથી વિજેતા
હાર - કિરણ ભાડોલિયા – ભાજપ
2004 - ડો.વલ્લભ કથિરીયા – ભાજપ પક્ષમાંથી વિજેતા
હાર – બલવંતભાઈ બી – NCP
1999 - ડો.વલ્લભ કથિરીયા – ભાજપ પક્ષમાંથી વિજેતા
હાર – વિઠ્ઠલ રાદડિયા – કોંગ્રેસ
1998 – ડો.વલ્લભ કથિરીયા – ભાજપ પક્ષમાંથી વિજેતા
હાર – વિઠ્ઠલ રાદડિયા – રાજપા
1996 – ડો.વલ્લભ કથિરીયા – ભાજપ પક્ષમાંથી વિજેતા
હાર – શીવલાલ વેકરીયા – કોંગ્રેસ
1991 -શીવલાલ વેકરિયા – ભાજપ પક્ષમાંથી વિજેતા
હાર – મનોહરસિંહ જાડેજા – કોંગ્રેસ
1989 – શીવલાલ વેકરિયા – ભાજપ પક્ષમાંથી વિજેતા
હાર – રમાબેન માવાણી – કોંગ્રેસ
1984 – રમાબેન આર માવાણી – કોંગ્રેસ પક્ષમાંથી વિજેતા
હાર - ચીમનભાઇ શુકલ – ભાજપ
1980 - રામજીભાઈ બી.માવાણી -કોંગ્રેસ પક્ષમાંથી વિજેતા
હાર - ચીમનભાઈ શુક્લ – જનતા પાર્ટી
1977 – કેશુભાઈ સવદાસ પટેલ - જનસંઘ પક્ષમાંથી વિજેતા થયા
હાર - અરવિંદ પટેલ - કોંગ્રેસ
1971 – ધનશ્યામભાઈ ઓઝા - કોંગ્રેસ પક્ષમાંથી વિજેતા થયા
હાર – એમ.આર.મસાણી – અપક્ષ
1967 – એમ.આર.મસાણી –અપક્ષમાંથી વિજેતા થયા
હાર - વી પટેલ - કોંગ્રેસ
1962 – ઉચ્છરંગ રાય ઢેબર – કોંગ્રેસ પક્ષમાંથી વિજેતા થયા
હાર – નરોતમ શાહ – અપક્ષ
► Q & A
1. લોકસભાની કુલ બેઠકો કેટલી છે?
Ans - 543
2. ગુજરાતમાં લોકસભાની બેઠકો કેટલી છે?
Ans - 26
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Lok Sabha Election 2024 - Rajkot Lok Sabha Seat Rajkot Constitution History Member Of Parlament Result - રાજકોટ લોકસભા બેઠકની વિશેષતા - લોકસભા ચૂંટણી 2024 - રાજકોટ લોકસભા બેઠક પરિણામ રિઝલ્ટ અને ઈતિહાસ - Rajkot MP Election - Rajkot Loksabha Election - Rajkot news - where is Rajkot located - રાજકોટ જિલ્લાના સમાચાર - રાજકોટ ના તાજા સમાચાર - રાજકોટ જીલ્લો - રાજકોટ ના લાઇવ સમાચાર - રાજકોટ જિલ્લાના લાઇવ સમાચાર - રાજકોટ ન્યૂઝ - લોકસભા ચૂંટણી 2024 તારીખ - લોકસભાની કુલ બેઠકો કેટલી છે - ગુજરાત લોકસભાની બેઠકોની યાદી - લોકસભાના 26 સભ્યો ના નામ - ગુજરાત લોકસભાની બેઠકો - loksabha election date 2024 - Rajkot Lok Sabha constituency - Rajkot mp list - Rajkot mla list - rajkot mp name - rajkot lok sabha number - rajkot mla - rajkot lok sabha result 2019 - rajkot politician - rajkot mp list - gujju news channel - રાજકારણ સમાચાર