
ઓહ..આવુ પણ થઈ શકે ! એક જ છોડમાં બટાટા-ટામેટા, મરચા અને રીંગણા ઉગાડ્યા, તમે પણ ઘરે ઉછેરી શકો છો આ છોડ...
Kitchen Gardening: કિચન ગાર્ડિંગનો શોખ દિવસેને દિવસે વધી રહ્યો છે. લોકો તેમના બગીચા અને ટેરેસમાં ઓર્ગેનિક રીતે શાકભાજી ઉગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં વારાણસી સ્થિત ઇન્ડિયન વેજીટેબલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (IIVR)ના વૈજ્ઞાનિકોએ નવી ટેક્નોલોજીની શોધ કરી છે.
વૈજ્ઞાનિકોએ પોતાની ટેક્નોલોજી વડે એવા છોડ તૈયાર કર્યા છે, જેમાં બટેટા, ટામેટા, રીંગણ અને મરચાંનું એકસાથે એક જ છોડમાં ઉત્પાદન કરી શકાય છે. આ છોડને બ્રિમટો અને પોમેટો નામ આપવામાં આવ્યું છે. વૈજ્ઞાનિકોએ 5 વર્ષના સંશોધન બાદ એક જ છોડમાં કલમ દ્વારા બે શાકભાજી ઉગાડવામાં સફળતા મેળવી છે.
વૈજ્ઞાનિક ડૉ.અનંત કુમારે જણાવ્યું હતું કે, કલમ બનાવવાની ટેકનિકથી તૈયાર કરાયેલા છોડ કિચન ગાર્ડન કે પોટ માટે યોગ્ય છે. દરેક પોમેટોના છોડમાંથી 2 કિલો ટામેટા અને 600 ગ્રામ બટેટા ઉછેરી શકાય છે. બટાકા જમીનના નીચેના ભાગમાં અને ટામેટાં ટોચ પર ઉગે છે.
બીજી તરફ બ્રિમ્ટોના એક છોડમાંથી લગભગ બે કિલો ટામેટા અને અઢી કિલો સુધી રીંગણ ઉગાડી શકાય છે. તે જ સમયે, એક જ છોડમાં ટામેટાં સાથે મરચાં ઉછેરી શકાય છે. તો તરોઈના છોડમાં દુધી, કાકડી અને કારેલા ઉગાડવામાં સફળતા મળી છે.
►'પોમેટો' છોડ કેવી રીતે તૈયાર થશે?
જ્યારે બટાટાનો છોડ જમીનથી ઓછામાં ઓછો 6 ઈંચ ઉગે ત્યારે ટમેટાના છોડને કલમ બનાવવામાં આવે છે. બંને છોડના દાંડીની જાડાઈ સરખી રાખીને ભેગા બાંધી દેવામાં આવે છે. 20 દિવસ બંનેના મિલન પછી તેને ખેતરમાં છોડી દેવો જોઈએ. ટામેટાં-બટેટા બે મહિના બાદ ઉગશે. જે બાદ તમે બટાકા અને ટમેટાને ખાઈ શકો છો.. રીંગણના વાવેતરના 25 દિવસ અને ટામેટાંના 22 દિવસ પછી કલમ બનાવવામાં આવે છે. આ રીતે, એક છોડમાં બે છોડ બનાવી શકાય છે. અને ઓછી જગ્યામાં વધારે શાકભાજી ઉછેરી શકો છો...
gujju news channel - health tips in gujarati - gujarati news - gujju news - the gujju news - gujarati news