LokSabha Election 2024 : અમરેલી લોકસભા સીટ કોંગ્રેસ અને ભાજપ બંનેની સ્ટ્રાઈક રેટ 50-50 છે. એટલે કે ઈતિહાસના પરિણામો કહી રહ્યા છે. કે અહીં ભાજપ અને કોંગ્રેસે બંનેએ સરખા પ્રમાણમાં શાસન કર્યું છે. અને એકબીજાને જોરદાર ટક્કર આપી છે. પરંતુ છેલ્લી ત્રણ ટર્મથી ભાજપના નારણભાઈ કાછડિયાએ આ સીટ પર પોતાનું જોર અકબંધ રાખ્યું છે. અને ભાજપના હાથમાં સત્તા રહી છે, ત્યારે 2024ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ તરફથી કોણ મુરતિયો તૈયાર થાય છે. અને જનતા કોને મત આપે છે તે પરિણામ કહેશે. પરંતુ અમરેલી લોકસભા સીટનો ઈતિહાસ શું કહે છે. તે અંગે જાણીએ...
અમરેલી લોકસભા મતવિસ્તાર, ગુજરાત રાજ્યમાં એક મહત્વપૂર્ણ મતદાર ક્ષેત્ર છે. ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર કાછડિયા નારણભાઈ ભીખાભાઈ હાલના સાંસદ છે. 2019ની લોકસભા ચૂંટણીઓમાં કાછડિયા નારણભાઈ ભીખાભાઈ એ 2,01,431 મતોથી ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ પાર્ટીના પરેશ ધાનાણીને હરાવ્યા હતા. ગઈ ચૂંટણીમાં 58.19 ટકા લોકોએ પોતાનો મત આપ્યો હતો. જ્યારે પરેશ ધાનાણીને 36.03 ટકા મત મળ્યા હતા. આ મતદાન વિસ્તારની કુલ વસ્તી 20,80,631 છે, જેમાંથી 74.63% ગ્રામીણ વિસ્તારો અને 25.37% શહેરી વિસ્તારો છે. 2019ની ચૂંટણીમાં અમરેલી લોકસભા સીટ પર કુલ મતદાતા 9,09,167 હતા.
અમરેલી લોકસભા ચૂંટણીના પરિણામ 2019થી 1962 સુધીની માહિતી નીચે આપેલી છે.
2019 – નારણભાઈ કાછડીયા – ભાજપ – 2,01,431 મતથી વિજેતા
હાર – પરેશ ધાનાણી – કોંગ્રેસ
હાર – ચૌહાણ રવજીભાઈ મુળાભાઈ – બહુજન સમાજ પાર્ટી
2014 - નારણભાઈ કાછડિયા – ભાજપ – 1,56,232 મતથી વિજેતા
હાર – વીરજી ઠુમ્મર – કોંગ્રેસ
હાર – સુખડિયા નાથાલાલ વલ્લભભાઈ – આમ આદમી પાર્ટી
હાર – મનુભાઈ પરશોત્તમભાઈ ચાવડા – જનતા દળ
2009 – નારણભાઈ કાછડિયા – ભાજપ – 37,317 મતથી વિજેતા
હાર - નીલાબેન વીરજીભાઈ ઠુમ્મર – કોંગ્રેસ
હાર – સુખડિયા નાથાલાલ વી. – અપક્ષ
હાર – સંઘાણી રમેશકુમાર કનુભાઈ – અપક્ષ
2004 – નીલાબેન વીરજીભાઈ ઠુમ્મર – કોંગ્રેસ – 2030 મતથી વિજેતા
હાર – દિલીપ સંઘાણી – ભાજપ
હાર – હિતેશ રાઠોડ – અપક્ષ
હાર – સોલંકી ગૌતમભાઈ દારાભાઈ – સમાજવાદી પાર્ટી
1999 - દિલીપ સંઘાણી - ભાજપ – 36,324 મતથી વિજેતા
હાર – વીરજીભાઈ ઠુમ્મર – કોંગ્રેસ (INC)
હાર – ખોડીદાસ ઠક્કર – નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)
હાર – વાળોદરા વજુભાઈ જીવાભાઈ – અપક્ષ
1998- દિલીપ સંઘાણી - ભાજપ – 1,22,173 મતથી વિજેતા
હાર – કોટડિયા મનુભાઈ નારણભાઈ – કોંગ્રેસ
હાર – મનુભાઈ મેર – ઓલ ઈન્ડિયા રાષ્ટ્રીય જનતા પાર્ટી
હાર – મહીડા ઉગાભાઈ રૂપાભાઈ – અપક્ષ
1996 – દિલીપ સંઘાણી - ભાજપ – 1,08,369 મતથી વિજેતા
હાર – નવીનચંદ્ર રાવણી – કોંગ્રેસ
હાર – ભીસરિયા બાવકુભાઈ ભાયાભાઈ – અપક્ષ
હાર – બાબરિયા દેવજીભાઈ નથુભાઈ – અપક્ષ
1991 – દિલીપભાઈ સંઘાણી - ભાજપ – 96,601 મતથી વિજેતા
હાર - કોટડિયા મનુભાઈ નારણભાઈ – જનતા દળ
હાર – ધાનાણી દીપકભાઈ બાબુલાલ – અપક્ષ
હાર – રફુસા સવિભાઈ રામજીભાઈ – અપક્ષ
1989 – મનુભાઈ કોટડિયા – જનતા દળ – 1,19,892 મતથી વિજેતા
હાર - રાવની નવીનચંદ્ર પરમાનંદદાસ – કોંગ્રેસ
હાર – પટેલ બાબુભાઈ ભાણાભાઈ – અપક્ષ
હાર – બાબુભાઈ સંઘાણી – દુરદર્શી પાર્ટી
1984 – રાવણી નવીનચંદ્ર પરમાનંદદાસ – કોંગ્રેસ – 37,868 મતથી વિજેતા
પટેલ દ્વારકાદાસ મોહનલાલ – અપક્ષ
હાર - ચોટલિયા ઠાકરશીભાઈ કાલાભાઈ – અપક્ષ
હાર – ભટ્ટ વિનોદરાય વ્રજલાલ – દુરદર્શી પાર્ટી
1980 – રાવણી નવીનચંદ્ર પરમાનંદદાસ – કોંગ્રેસ - 1,00,138 મતથી વિજેતા
હાર - જશવંત મહેતા – જનતા પાર્ટી
હાર – પટેલ ભીમજી મેઘજી – અપક્ષ
હાર – જગાની અરજણ લાવા – અપક્ષ
1977 – દ્વારકાદાસ મોહનલાલ પટેલ – કોંગ્રેસ – 59,006 મતથી વિજેતા
હાર – ગોંદિયા નરસિંહદાસ ગોરધનદાસ – ભારતીય લોકદળ
હાર – સુરેશ મહેતા – અપક્ષ
હાર – ચાવડા ભુરાભાઈ ભગવાનભાઈ – અપક્ષ
1971 – જીવરાજ નારાયમ મહેતા – કોંગ્રેસ – 38,818 મતથી વિજેતા
હાર – નરસિંહદાસ ગોરધનદાસ ગોંદિયા (કોંગ્રેસ ઓર્ગેનાઈઝેશન)
હાર – મંગલાલ હરીભાઈ રણવા – અપક્ષ
હાર – રાજા લાખા સોલંકી – અપક્ષ
1967 – જે.વી.શાહ – કોંગ્રેસ – 49,588 મતથી વિજેતા
હાર – એન.સી.શાહ – પ્રજા સમાજીક પાર્ટી
હાર – બી.એલ.સોલંકી – અપક્ષ
1962 – જયાબેન વજુભાઈ શાહ - કોંગ્રેસ – 65,018 મતથી વિજેતા
હાર – મથુરદાસ હરજીવન મહેતા - પ્રજા સામાજીક પાર્ટી
► Q & A
1. લોકસભાની કુલ બેઠકો કેટલી છે?
Ans - 543
2. ગુજરાતમાં લોકસભાની બેઠકો કેટલી છે?
Ans - 26
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - lok sabha election 2024 - લોકસભા ચૂંટણી 2024 - અમરેલી લોકસભા બેઠક પરિણામ રિઝલ્ટ અને ઈતિહાસ - Amreli MP Election - Amreli Loksabha Election - amreli news - where is amreli located - અમરેલી જિલ્લાના સમાચાર - અમરેલી ના તાજા સમાચાર - અમરેલી જીલ્લો - અમરેલી ના લાઇવ સમાચાર - અમરેલી જિલ્લાના લાઇવ સમાચાર - અમરેલી ન્યૂઝ - લોકસભા ચૂંટણી 2024 તારીખ - લોકસભાની કુલ બેઠકો કેટલી છે - ગુજરાત લોકસભાની બેઠકોની યાદી - લોકસભાના 26 સભ્યો ના નામ - ગુજરાત લોકસભાની બેઠકો - loksabha election date 2024 - Amreli Lok Sabha constituency - amreli mp list - amreli mla list - amreli mp name - amreli lok sabha number - amreli mla - amreli lok sabha result 2019 - amreli politician - anand mp list - gujju news channel