
વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના ઘરે 15 ફેબ્રુઆરીએ દિકરાનો થયો જન્મ, આજે છઠ્ઠીના દિવસે તેનું નામ રાખ્યું 'અકાય' (Akaay)
ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટર વિરાટ કોહલી (Cricketer Virat Kohali) અને અભિનેત્રી અનુષ્કા શર્માએ (Actress Anushka Sharma) ફેન્સને ખુબ જ મોટી ખુશખબર આપી છે. આ કપલ તેમના બીજા બાળકના માતા-પિતા બન્યા છે. અનુષ્કાએ પુત્રને જન્મ (Baby Boy Born) આપ્યો છે અને તેનું નામ 'અકાય' (Akay) રાખ્યું છે. કોહલીએ ઇન્સ્ટાગ્રામ (Instagram) પર તેના ફેન્સને જાણ કરી હતી.
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી બીજી વખત માતા-પિતા બન્યા છે. અભિનેત્રીએ પુત્રને જન્મ આપ્યો છે. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી બંનેએ ઈન્સ્ટાગ્રામ પર આ જાણકારી આપી છે. અભિનેત્રીએ જણાવ્યું કે, તેણે 15 ફેબ્રુઆરીએ તેના બીજા બાળકનું સ્વાગત કર્યું છે. અનુષ્કાએ પોસ્ટમાં તેના પુત્રનું નામ પણ જાહેર કર્યું છે. બાળકનું નામ અકાય Akay રાખવામાં આવ્યું છે.
વિરાટ કોહલી પોસ્ટમાં લખ્યું- 'આનંદ અને પ્રેમથી ભરેલા હૃદય સાથે, અમને બધાને જણાવતા આનંદ થાય છે કે 15 ફેબ્રુઆરીએ, અમે અમારા બાળક અકાય અને વામિકાના નાના ભાઈનું આ દુનિયામાં સ્વાગત કર્યું! અમારા જીવનના આ સુંદર તબક્કામાં અમે તમારી પ્રાર્થના અને શુભેચ્છાઓ માંગીએ છીએ. અમે તમને વિનંતી કરીએ છીએ કે કૃપા કરીને આ સમયે અમારી ગોપનીયતાનો આદર કરો. પ્રેમ અને કૃતજ્ઞતા.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Cricketer Virat Kohli - Actress Anushka Sharma - Baby Boy Born - Akay Name - Instagram Post Announce - Anushka Sharma and Virat Kohli announce the birth of their son Akaay