
Ranveer Singhએ પોર્ન સ્ટાર Johnny Sins સાથે એડવર્ટાઈઝ કરતા Rashami Desai ભડકી, કહ્યું - 'આ ઈન્ડસ્ટ્રીને તમાચો છે'
Ranveer Singh, Johnny Sins, Rashami Desai : ફેમસ બોલિવૂડ એક્ટર રણવીર સિંહ અવારનવાર હેડલાઈન્સમાં રહે છે. ત્યારે આ દિવસોમાં, દીપિકા પાદુકોણનો પતિ રણવીર સિંહ પોર્ન સ્ટાર જોની સિન્સ સાથેની જાહેરાતને કારણે ચર્ચામાં છે. હવે રણવીરની ટીકા કરતા ટીવી અભિનેત્રી રશ્મિ દેસાઈએ તેની આ એડવર્ટાઈઝની ટીકા કરી છે. ચાલો જાણીએ રશ્મિએ રણવીર વિશે શું કહ્યું અને શા માટે?
પ્રખ્યાત ટીવી અભિનેત્રી રશ્મિ દેસાઈએ અભિનેતા રણવીર સિંહ અને પોર્ન સ્ટાર જ્હોની સિન્સની જાહેરાતોની ટીકા કરી છે. તેણે કહ્યું કે, રણવીર સિંહની આ જાહેરાત ટીવી ઈન્ડસ્ટ્રીનું અપમાન કરવા જેવી છે. અભિનેત્રીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, મારી કરિયરની શરૂઆત પ્રાદેશિક ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી થઈ હતી. આ પછી મેં ટીવીમાં કામ કરવાનું શરૂ કર્યું. લોકો તેને સ્મોલ સ્ક્રીન કહે છે, જ્યાં તેઓ સમાચાર, ક્રિકેટ, હિન્દી ફિલ્મો અને ઘણું બધું જુએ છે. જ્યારે મેં આ રીલ જોઈ ત્યારે મને લાગ્યું કે આ ટીવી ઈન્ડસ્ટ્રી અને ત્યાં કામ કરતા લોકોનું અપમાન છે. આપણને ઘણી વાર નાનું લાગે છે અને તે રીતે વર્તન કરવામાં આવે છે.
એટલું જ નહીં પરંતુ રશ્મિએ પોતાની પોસ્ટમાં કહ્યું હતું કે, એડમાં જે પણ બતાવવામાં આવ્યું છે તે રણવીર સિંહ અને જોની સિન્સે કર્યું છે. નાના પડદા પર આવું કંઈ જોવા મળતું નથી પણ મોટા પડદા પર આવી વસ્તુઓ જોવા મળે છે. રશ્મિએ લખ્યું કે, દરેક વ્યક્તિ ખૂબ જ મહેનત કરે છે, પરંતુ માફ કરશો, આ બધું ટીવી સિરિયલોમાં બતાવવામાં આવતું નથી અને આવી વસ્તુઓ મોટા પડદા પર જોવા મળે છે. આ ટીવી ઈન્ડસ્ટ્રી માટે એક થપ્પડ સ્વરૂપ છે.
તમને જણાવી દઈએ કે અમેરિકન Porn Star Johhny Sins સાથે રણવીર સિંહનો એક એડ વીડિયો રિલીઝ થયો હતો, જેમાં તે તેની સાથે જોવા મળી રહ્યો છે. બોલ્ડ કેર કંપની માટે બનાવેલી આ એડમાં પુરુષ વર્ગના જાતીય સ્વાસ્થ્ય વિશે ચર્ચા કરવામાં આવી છે, જેના કારણે સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો છે અને દરેક વ્યક્તિ તેના વિશે પોતપોતાના અભિપ્રાય આપી રહ્યા છે. જેમાં ઘણા ટીવી એકટ્રસ અને બોલિવૂડ સ્ટાર પણ અવનવી પ્રતિક્રીયાઓ આપી રહ્યા છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Rashami Desai says Ranveer Singh, Johnny Sins' ad 'feels like a slap - Priyanka Chopra, Arjun Kapoor react to Ranveer Singh, Johnny Sins' hilarious ad - Ranveer Singh, Porn Star Johnny Sins, Rashami Desai Advertise - રણવીર સિંહ અને પોર્ન સ્ટાર જોહ્ની સીન્સ ની એડવર્ટાઈઝ