
ધોરણ 9થી 12માં વિદ્યાર્થિનીઓને મળશે રૂપિયા 50,000ની સ્કોલરશીપ, જાણો નમો સરસ્વતી' અને 'નમો લક્ષ્મી' યોજના શું છે?
Namo Lakshmi Yojana : રાજ્ય સરકારના સૌથી મોટું બજેટ રજુ કરવામાં આવ્યું છે. ગુજરાત બજેટ 2024માં કન્યાઓ અને વિદ્યાર્થીનીઓ માટે નવી યોજનાની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતના નાણાં મંત્રી કનુ દેસાઇ દ્વારા બજેટ ભાષણમાં કન્યાઓ અને વિદ્યાર્થીનીઓ નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજનાની ઘોષણા કરી છે. બજેટમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ 6885 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આ ઉપરાંત ‘નમો શ્રી’ યોજના જાહેર કરવામાં આવી છે.
ગુજરાતના નાણાં મંત્રી કનુ દેસાઇએ બજેટ ભાષણમાં નમો લક્ષ્મી યોજનાની ઘોષણા કરી છે. નમો લક્ષ્મી યોજના સરકારી અને બિન સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની વિદ્યાર્થીનીઓ માટે છે. આ યોજના માટે બજેટમાં 1250 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
નમો લક્ષ્મી યોજના એટલે કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાની વિદ્યાર્થિનીઓને આગળના અભ્યાસ માટે આર્થીક સહાય એટલે કે સ્કોલરશીપ આપવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં તે પોતાનો શાળાકીય ખર્ચ મેળવી શકે છે.
• નમો લક્ષ્મી યોજના (Namo Lakshmi Yojana) યોજનામાં ધોરણ 9-12માં ભણતી 10 લાખ છોકરીઓને 50000 શિષ્યવૃત્તિ આપવામાં આવશે.
• ધોરણ 9 માં રૂપિયા 10000ની સહાય
• ધોરણ 10 માં રૂપિયા 10000ની સહાય
• ધોરણ 11 માં રૂપિયા 15000ની સહાય
• ધોરણ 12 માં રૂપિયા 15000ની સહાય
ગુજરાતમાં આવી જ બીજી એક યોજના છે જે ખૂબ જ લોકપ્રિય છે. તેનું નામ વિદ્યા લક્ષ્મી યોજના છે. આ યોજના ગુજરાત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા ચલાવવામાં આવે છે. આ યોજનામાં, જ્યારે કોઈ છોકરીને પ્રથમ વર્ગમાં પ્રવેશ આપવામાં આવે છે, ત્યારે તેને 2000 રૂપિયાના બોન્ડ આપવામાં આવે છે. ગુજરાતના ગામડાઓમાં શાળાઓમાં કન્યાઓની નોંધણી ઘટી રહી છે અને સાક્ષરતા દર પણ ઘટી રહ્યો હોવાનું જણાયું હતું. તેને દૂર કરવા માટે સરકારે વિદ્યા લક્ષ્મી યોજના શરૂ કરી. આ યોજનાનો લાભ હવે જોવા મળી રહ્યો છે કારણ કે છોકરીઓનો સાક્ષરતા દર સતત વધી રહ્યો છે.
વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમોમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે નમો સરસ્વતી યોજનાની જાહેરાત કરતા તેમણે જણાવ્યું હતું કે ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને ધોરણ-11માં રૂ 10 હજાર અને ધોરણ 12 માં રૂ 15 હજાર મળી કુલ 25 હજારની સહાય આપવામાં આવશે. આ યોજનાથી આગામી પાંચ વર્ષમાં વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજે વાર્ષિક બે લાખથી વધી પાંચ લાખ થવાની ધારણા છે આ યોજના માટે આવતા વર્ષે અંદાજે રૂ 400 કરોડનો ખર્ચ થશે.
ગુજરાત બજેટ 2024-25માં નમો સરસ્વતી યોજનાની ઘોષણા કરવામાં આવી છે. આ યોજના માટે બજેટમાં 250 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. આ યોજનાનો હેતુ રાજ્યની ધોરણ 11 અને 12ના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનો છે.
રાજ્ય સરકાર દ્વારા તમામ મહિલાઓ માટે મહત્વની યોજના જાહેર કરવામાં આવી છે. જેમાં સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણ માટે નમો શ્રી યોજના કરવામાં આવી છે. આ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. 750 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જેના માટે SC,ST,NFSA,PM-JAYની સગર્ભાને આ યોજના હેઠળ સહાય આપવામાં આવશે. 11 જેટલા માપદંડોમાં આવતી સગર્ભાને 12 હજારની સહાય આપવામાં આવશે. જેના માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
PM પોષણ યોજના માટે 1400 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં યુવા સ્વાવલંબન યોજના માટે 400 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. તેમજ મેડિકલમાં અભ્યાસ કરતી દીકરીઓને સહાય માટે 160 કરોડની જોગવાઈ કરી છે. તેમજ શાળાઓના ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ત્રણ હજાર કરોડ રૂપિયાની જોગવાઈ છે. ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટ સુવિધા આપવા માટે 260 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Namo Lakshmi Yojana in which 10 Lakh Girls will get Scholarships of Rs 50,000 - Namo Lakshmi Yojana in Gujarati - namo saraswati yojana namo lakshmi yojana schemes announced in the gujarat budget apply scholorship