
GPSCએ વર્ષ 2024 માટે ભરતી કેલેન્ડર કર્યું જાહેર, 82 કેડરની 1625 જગ્યા પર કરશે ભરતી..!
GPSC Recruitment Calendar 2024 : સરકારી નોકરી મેળવવા ઈચ્છુક ઉમેદવારો માટે ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા 2024નું કેલેન્ડર જાહેર કર્યું છે. આ વર્ષે 1625 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવશે. આ આંકડો સંભવિત છે...આગળ જતાં તેમાં વધઘટ થઈ શકે છે. અગાઉ વર્ષ 2023માં વર્ગ-1 અને 2ની 100 જગ્યા તેમજ 2022માં પણ 100 જગ્યા પર ભરતી જાહેર કરાઇ હતી.
મદદનીશ ઈજનેર વર્ગ-2 ની 96 જગ્યા પર ભરતી કરાશે
ગુજરાત ઈજનેરી સેવા વર્ગ-1,2 ની 16 જગ્યા પર ભરતી કરાશે
રાજ્ય વેરા નીરીક્ષક વર્ગ 3 ની 573 જગ્યા માટે ભરતી કરાશે
વીમા તબીબી અધિકારી વર્ગ 2 ની 147 જગ્યા પર ભરતી કરાશે
બાગાયત અધિકારી વર્ગ-2 ની 25 જગ્યા પર ભરતી કરાશે
જીપીએસસી દ્વારા આ અંગેની વધુ વિગતો મેળવવા આયોગની વેબસાઈટ https://gpsc.gujarat.gov.in/ પર અથવા સત્તાવાર ટ્વિટર હેન્ડલ GPSC OFFICIALને ફોલો કરવાની સલાહ ઉમેદવારોને અપાઈ છે.
આ સિવાય ગૌણ સેવા પસંદગી મંડળ એડ નંબર 212 માટે 4300 પોસ્ટ ભરતીની જાહેરાત કરી હતી જેમાં હવે વધારો કરી દેવામાં આવ્યો હતો. હવે 4300 નહીં 5200 જગ્યા પર આ ભરતી કરવામાં આવશે. જુનીયર ક્લાર્ક સંવર્ગની જગ્યાઓમાં 898 વધારો કરવામાં આવ્યો છે. આ સિવાય હેડ ક્લાર્ક ,ઓફિસ આસિસ્ટન્ટ સિનિયર ક્લાર્ક સહિત આશરે 22 કેડરમાં ભરતી થવાની છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - GPSC bharti 2024 - GPSC Recruitment Calendar 2024 - GSSSB Bharti - latest bharti - સરકારી ભરતી - હાલની ભરતી - ઓજસ નવી ભરતી 2024 - સરકારી ભરતી - GSSSB Bharti 2024 Apply - નવી ભરતી ની જાહેરાત - ઓનલાઇન ભરતી - gsssb result - gsssb recruitment 2024 - gsssb full form - gsssb gujarat - gsssb exam - gsssb ojas call letter - gsssb ojas 2024 bharati - ojas gov in - OJAS BHARTI 2024 - GPSC કેલેન્ડર 2024 - GPSC 2024 BHARTI - ભરતી સરકારી - નોકરી