
Man Rape Buffalo: ઉદયપુરમાં કૂતરી બાદ ભેંસ પર બળાત્કાર, જઘન્ય કૃત્ય CCTVમાં કેદ
આજના આધુનિક યુગમાં માણસામાં વિકૃતિઓ સતત વધી રહી છે. કામવાસના સંતોષવા તે અવનવા પ્રકૃતિ વિરૂદ્ધના કૃત્યો કરે છે. અને વાસનાભર્યા મનથી તે સતત દોરાયા કરે છે. આવો જ એક વધુ પ્રકૃતિ વિરૂદ્ધના કૃત્યનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં યુવક પોતાની હવસને સંતોષવા એક પશુ સાથે કામલીલા માણી હતી. જેના પર પોલીસમાં ફરિયાદ પણ નોંધાઈ છે.
રાજસ્થાન(Rajasthan)ના ઉદયપુર(udaiypur)માં એક યુવકે ભેંસ(buffalo) પર બળાત્કાર(rape) કરવાનો વીડિયો વાયરલ(viral video) થઈ રહ્યો છે. વીડિયો સામે આવ્યા બાદ એનિમલ એઇડ સોસાયટીએ ઉદયપુરના પ્રતાપનગર પોલીસ સ્ટેશનમાં અકુદરતી કામનો કેસ નોંધાવ્યો છે. વાઈરલ થઈ રહેલો વીડિયો સોસાયટી દ્વારા પોલીસને પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. પોલીસ હવે યુવકને પકડવા પ્રયાસ કરી રહી છે.
એનિમલ એઇડ સોસાયટીના એનિમલ ક્રુઅલ્ટી પ્રિવેન્શન ઓફિસર દીનદયાળ ગોરાએ જણાવ્યું કે, રવિવારે ચિરાગ નામના પ્રાણી પ્રેમી યુવકનો ફોન આવ્યો હતો કે, સુંદરવાસના ગારીના મોહલ્લામાં સીસીટીવી કેમેરામાં એક યુવક ભેંસ સાથે અકુદરતી સેક્સ કરતો ઝડપાયો છે. . પ્રાણી પ્રેમી દ્વારા વીડિયો પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો હતો. વીડિયો જોયા બાદ સોસાયટીની સેક્રેટરી નેહા બનિયાલ, ફાઉન્ડર ક્લેર ઈબ્રાહિમની સૂચના પર પ્રતાપનગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.
આ પછી, પ્રતાપ નગર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિ વિરૂદ્ધ આઈપીસી કલમ ૩૭૭, ૫૧૧ ની ક્રૂઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટ ૧૯૬૦ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પ્રતાપ નગર પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટર માંગીલાલ આ મામલે તપાસ કરી રહ્યા છે.
સોસાયટીએ સામાન્ય જનતાને વિનંતી કરી છે કે કોઈપણ પ્રાણી ક્રૂરતાના કિસ્સામાં નજીકના પોલીસ સ્ટેશન અથવા એનિમલ એઇડને જાણ કરો. ભૂતકાળમાં રાવજી કા હટામાં કૂતરી પર બળાત્કાર કરનાર આરોપીની ઘંટાઘર પોલીસે ધરપકડ કરી હતી જે હજુ પણ જેલમાં છે. તો ભવિષ્યમાં આવા જધન્ય કૃત્યને રોકવા માટે પોલીસ પ્રશાસન કડક પગલા લે તે જરૂરી છે.