
Shahnaz husain 7 beauty tips : શહનાજ હુસૈનએ આપ્યા અસરકારક નુસખા, ઠંડીમાં ચહેરા પર ગ્લો લાવવા શું લગાવવું જોઈએ?
Shahnaz husain 7 beauty tips : શિયાળામાં ત્વચાની સંભાળ રાખવી ખૂબ મુશ્કેલ કામ હોય છે. આ ઋતુમાં ત્વચા શુષ્ક થઈ જાય છે અને ચહેરા પર શુષ્કતા દેખાય છે. શુષ્કતાને કારણે ત્વચાની ચમક ગાયબ થઈ જાય છે. ત્વચાને સાફ કરવાની પ્રક્રિયામાં ભેજ અદૃશ્ય થઈ જાય છે. શિયાળામાં ખાસ કરીને ત્વચા ફાટી જતી હોય છે. એવામાં પ્રખ્યાત બ્યુટિશ્યન શહનાઝ હુસૈનની શિયાળામાં ત્વચાને સાફ કરવા માટે શું ટિપ્સ આપી છે તેના વીશે જાણીએ.
સૌથી પહેલા ચહેરાને ટોન કરવા માટે કાચું દૂધ, એલોવેરા જેલ અને મધનો ઉપયોગ કરો. ચહેરાને સાફ કરીને કાચું દૂધ ચહેરા પર લગાવો. મધ અને એલોવેરા જેલને મિક્સ કરીને પેસ્ટ બનાવો અને તેને ચહેરા પર લગાવો અને 15 મિનિટ પછી ચહેરો પાણીથી ધોઈ લો. ત્યારબાદ મલાઈ, હળદર અને ચણાના લોટની પેસ્ટ બનાવો. આ પેકને ચહેરા પર લગાવો અને 15 મિનિટ માટે રહેવા દો. પછી ચહેરો ધોઈ લો અને ગુલાબજળ અને એલોવેરા જેલ મિક્સ કરીને લગાવો. તમારા ચહેરા પર અસરકારક નિખાર આવશે.
તુલસી અને લીમડાના પાનને એક ગ્લાસ પાણીમાં ઉકાળીને ઠંડુ કરો. તેનો ઉપયોગ ટોનર તરીકે કરો. તેને ચહેરા પર બે વાર લગાવો. હવે ચંદન અને ગુલાબજળ મિક્સ કરીને ચહેરા પર લગાવો. હવે તમારા ચહેરા પર એલોવેરા જેલ લગાવો. અને તમે રોજ નારિયેળ પાણીમાં એલોવેરા જેલ મિક્સ કરીને પણ લગાવી શકો છો.
રોજ તમારા ચહેરાને ગુલાબજળથી ટોન કરો. આ પછી અઠવાડિયામાં એકવાર ચણાના લોટ અને દૂધની પેસ્ટ ચહેરા પર લગાવો. 15 મિનિટ પછી ધીમે ધીમે સ્ક્રબ કરો અને પછી ચહેરો સાફ કરો. આ દિનચર્યાને અનુસરવાથી ચહેરા પરથી ડેડ સ્કિન ગાયબ થઈ જશે અને ચહેરો ચમકવા લાગશે અને તડકાને કારણે થતી ટેનિંગ પણ ધીમે ધીમે દૂર થઈ જશે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Shahnaz husain 7 beauty tips - Apply These In Winter For Face Glowing - What to do for Glowing Skin - shahnaz husain facial kit - shahnaz husain face wash - shahnaz husain beauty tips - who is shahnaz husain - shahnaz husain products for glowing skin